આશા / ટ્રાયલ સફળ રહે તો દેશની સૌથી ઝડપી 'વંદે ભારત' ટ્રેન મુંબઇથી વડોદરા વચ્ચે દોડાવાશે

country's fastest 'Vande Bharat' train will be run between Mumbai and Vadodara.

  • દિલ્હીથી ટ્રાયલ માટે ટૂંક સમયમાં ટ્રેન મુંબઇ આવશે
  • વડોદરાની પોતિકી એકમાત્ર વડોદરા એક્સપ્રેસ ટ્રેન મુંબઇ જાય છે
  • વંદે ભારત 180ની સ્પીડે ચાલતાં અંદાજે ચાર કલાકમાં મુંબઈ પહોંચાડશે

Divyabhaskar.com

Jun 07, 2019, 01:16 PM IST

ટ્રાવેલ ડેસ્ક. દેશની સૌથી ઝડપી અને આધુનિક ટ્રેન 'વંદે ભારત' વેસ્ટર્ન રેલવેમાં મુંબઇથી પુના, નાસિક અને વડોદરા વચ્ચે દોડાવવા રેલવે બોર્ડના સભ્ય દ્વારા તાજેતરમાં જ મુંબઇ ખાતે જાહેરાત કરાઇ હતી. હવે એક સપ્તાહમાં ટ્રેનનો ટ્રાયલ શરૂ થશે. વડોદરાથી એકમાત્ર વડોદરા એક્સપ્રેસ ટ્રેન મુંબઇ જાય છે. ત્યારે વર્ષો બાદ વંદેભારત ટ્રેન વડોદરાને મળવાની આશા છે.

મુંબઇ રેલવે બોર્ડના સભ્ય રાજેશ અગ્રવાલે બુધવારે ત્રણ સ્ટેશન વચ્ચે વંદે ભારત ટ્રેન માટે શક્યતા ચકાસણી આવતા સપ્તાહથી શરૂ કરવાની જાહેરાત કરી હતી. જે વેસ્ટર્ન રેલવેની પ્રથમ ટ્રેન રહેશે. તેમણે જણાવ્યું હતું કે, હજુ માત્ર રૂટ પર ટ્રાયલ થશે. ત્યારબાદ જો સેફ્ટી અને ટ્રાફિકની અનુકૂળતા રહેશે તો આ રૂટ પર ટ્રેન ચલાવાશે. 12 કોચની ટ્રેન દ્વારા ટ્રાયલ કરાશે. જો ટ્રાયલ સફળ રહેશે તો આગામી પાંચ જુલાઇના બજેટમાં જાહેરાતની શક્યતા જાણકારો માની રહ્યા છે. બાદમાં આ ટ્રેન બે મહિનામાં વડોદરાથી મુંબઇ વચ્ચે શરૂ થઇ શકે છે.

દિલ્હીથી રેક આવ્યા બાદ ટ્રાયલ

હાલમાં જ બોર્ડ મેમ્બર દ્વારા જાહેરાત થઇ છે. હજુ રેક આવ્યો નથી. રેક દિલ્હીથી આવશે. અમે પહેલાં લોકલ ટ્રેનનું ટ્રાયલ કરીશું. મુંબઇ -વડોદરા રૂટ પર ટ્રાયલ માટે કેટલીક ફોર્માલિટી બાકી છે. સામાન્ય રીતએ આવી ટ્રાયલ આરડીએસો કરતા હોય છે.- એ.કે.ગુપ્તા, જી.એમ.વેસ્ટર્ન રેલવે.

4 કલાકમાં જ મુંબઇ પહોંચાડશે

વડોદરાથી -મુંબઇનું અંદાજે 400 કિ.મીનું અંતર કાપવા રાજધાની ટ્રેન વેસ્ટર્ન રિજનમાં 130-140 કિ.મી.ની સ્પીડે ચલાવાય છે. રાજધાની વેસ્ટર્ન રેલવેમાં નિયત સ્પીડ 120 કરતાં વધુ સ્પીડે છેલ્લા કેટલાક સમયથી ચલાવી પ્રયોગ થાય છે. જે પાંચ કલાકમાં વડોદરાથી મુંબઇ પહોંચાડે છે. ત્યારે સેમિ હાઇસ્પીડ ટ્રેન વંદે ભારત 180ની સ્પીડે ચાલતાં અંદાજે ચાર કલાકમાં પહોંચાડશે.

X
country's fastest 'Vande Bharat' train will be run between Mumbai and Vadodara.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી