કોરોના ઈફેક્ટ:કોરોનાવાઈરસના કારણે ભારતમાં સમર ટ્રાવેલ ટ્રિપ્સ પર અસર, 30 દિવસની અંદર 50% ભારતીયોએ ફરવાનો પ્લાન કેન્સલ કર્યો

ભારત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટ્રાવેલ ડેસ્ક.કોરોના વાઈરસના કારણે આ વર્ષે ઉનાળાના વેકેશનમાં લોકો ફરવાનો પ્લાન કેન્સલ કરી રહ્યા છે. છેલ્લા 30 દિવસની અંદર 50 ટકા ભારતીયોએ પોતાનો ટ્રાવેલ પ્લાન કેન્સલ કર્યો છે. લોકલ સર્કિલના એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, 54 ટકા ભારતીયો પોતાનો ફરવાનો પ્લાન કેન્સલ કરી રહ્યા છે અથવા એડવાન્સ બુકિંગ નથી કરી રહ્યા. 48 ટકા ભારતીયો આગામી 4 મહિના માટે તેમના ઈન્ટરનેશનલ બિઝનેસ ટ્રાવેલને કેન્સલ કરી રહ્યા છે. 

રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, મોટાભાગના લોકોને કેન્સલેશન ચાર્જની ચૂકવણી અંગે પણ ચિંતિત છે, જે એરલાઈન્સ અને એજેન્ટ દ્વારા ટિકિટ બુક કરાવી હતી. રિપોર્ટના અનુસાર, સૌથી મોટી સમસ્યા તે લોકોને થઈ રહી છે, જેમણે ગરમીની સિઝન (માર્ચ-જૂન) માટે પહેલાથી જ બુકિંગ કરાવ્યું હતું. હવે કેન્સલેશન ચાર્જની ચૂકવણી એરલાઈન્સ, રેલવે, ટ્રાવેલ એજન્ટ અને વેબસાઈટ કરી રહી નથી. 38 ટકા લોકોનું કહેવું છે કે, કેન્સલેશન ચાર્જ એરલાઈન્સ, રેલવે, વેબસાઈટ અને ટ્રાવેલ એજન્ટે આપવો જોઈએ. તો બીજી તરફ 9 ટકાનું એવું માનવું છે કે, રેલવે અને એરલાઈન્સે જ કેન્સલેશન ચાર્જની ચૂકવણી કરવી જોઈએ. 
લોકલ સર્કલના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, કેન્સલેશનની સૌથી વધારે અસર ગ્રાહકોને થઈ રહી છે, કેમ કે, એરલાઈન્સ, રેલવે, ટ્રાવેલ એજન્ટ અને વેબસાઈટ કેન્સલેશન ચાર્જની અડધી ચૂકવણી પણ કરી રહ્યા નથી. 15 હજાર રૂપિયાની એર ટિકિટને કેન્સલ કરવા પર ગ્રાહકોને 500-700 રૂપિયા મળી રહ્યા છે. એરલાઈન્સ અને ટ્રાવેલ એજેન્ટ વેબસાઈટ કેન્સલેશન ચાર્જની અડધી ચૂકવણી પણ નથી કરી રહ્યા. 

કોરોના ઈફેક્ટ 
54 ટકા ભારતીયોએ ગરમીમાં ફરવાનો પ્લાન કેન્સલ કર્યો 
20 ટકા લોકોએ પરિસ્થિતિને જોઈને પ્લાન કરશે
06 ટકા બુકિંગ નથી કરવામાં આવ્યું, પરંતુ પરિસ્થિતિ પર ધ્યાન રાખી રહ્યા છે. 

અન્ય સમાચારો પણ છે...