તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફક્ત ₹955માં ગોએર ફ્લાઇટની ટિકિટ આપી રહી છે, ટિકિટ બુક કરવાની છેલ્લી તારીખ 14 માર્ચ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટ્રાવેલ ડેસ્કઃ ગોએર એરલાઇન સમર સેલ હેઠળ એક સ્પેશિયલ ઓફર લઇને આવી છે. આ ઓફર હેઠળ ડોમેસ્ટિક રૂટ પર 955 રૂપિયાથી અને ઇન્ટરનેશનલ રૂટ માટે રૂ .5,490થી ભાડું શરૂ થાય છે. ગો ફ્લાય ઓફર હેઠળ 15 એપ્રિલથી 30 જૂન દરમિયાન મુસાફરી માટે ટિકિટ બુક કરાવી શકાશે. ટિકિટ બુક કરવાની છેલ્લી તારીખ 14 માર્ચ છે. તમે આ ઓફર હેઠળ ઓનલાઇન અથવા ગોએરની વેબસાઇટ તેમજ કંપનીની મોબાઇલ એપ્લિકેશનથી પણ ટિકિટ બુક કરી શકો છો.

અમદાવાદથી ઇંદોરનું ભાડું સૌથી સસ્તું
અમદાવાદથી ઈંદોર સુધીનું ભાડું સૌથી સસ્તું 955 રૂપિયા છે. તેમજ, ઇન્ટરનેશનલ રૂટ પર અબુધાબીથી કન્નુર સુધીની ઇન્ટરનેશનલ રૂટ પર હવાઈ મુસાફરી 5,490 રૂપિયામાં થઈ શકે છે. બેંગલુરુથી કોચી માટે 1043 રૂપિયા, દિલ્હીથી ચંદીગઢ માટે 1053 રૂપિયા, જ્યારે ઇન્દોરથી અમદાવાદની ફ્લાઇટ માટે 1,120 રૂપિયા ચુકવવા પડશે. ઓફર સંબંધિત અથવા ટિકિટ બુક કરવા માટે વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.

દેશભરમાં 25 લોકેશન માટે હવાઈ મુસાફરી
ગોએર દેશભરમાં 25 સ્થળોએ ફ્લાઇટ સર્વિસનું સંચાલન કરે છે, જેમાં અમદાવાદ, અઇઝોલ, બાગડોગરા, બેંગલુરુ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, દિલ્હી, ગોવા, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કોચી, કોલકાતા, કન્નુર, લેહ, લખનઉ, મુંબઇ, નાગપુર, પટના, પોર્ટ બ્લેર, પુણે, રાંચી અને શ્રીનગરનો સમાવેશ થાય છે. ગોએર 8 ઇન્ટરનેશનલ સ્થળો પર પણ ફ્લાઇટ સર્વિસ આપે છે, જેમાં ફૂકેત, માલે, મસ્કત, અબુધાબી, દુબઇ, બેંગકોક, કુવૈત અને હવે સિંગાપોરનો સમાવેશ થાય છે. ગોએર 8 ઇન્ટરનેશનલ સ્થળોએ પણ ફ્લાઇટનું સંચાલન કરે છે. ગોએર દરરોજ 300થી વધુ ફ્લાઇટ્સ ચલાવે છે.

કોરોનાને કારણે એર ટ્રાન્સપોર્ટને 113 અબજ ડોલરનું નુકસાન
ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ અસોસિએશન (IATA)એ જણાવ્યું છે કે, કોરોના વાઇરસને કારણે એરલાઇન ઇન્ડસ્ટ્રીને વર્ષ 2020માં 113 અબજ ડોલરનું નુકસાન ઉઠાવવું પડી શકે છે. IATAના જણાવ્યાનુસાર, અગાઉ વર્ષ 2009માં પણ આવી પરિસ્થિતિ ઊભી થઈ હતી, જ્યારે સ્વાઇન ફ્લૂ ફેલાયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

વધુ વાંચો