નિર્ણય / કૈલાસ માનસરોવર યાત્રાળુઓને ચીને વિઝા આપ્યા

China granted visas to pilgrims to Kailas Mansarovar

Divyabhaskar.com

Aug 08, 2019, 08:24 PM IST

ટ્રાવેલ ડેસ્ક. કૈલાસ માનસરોવરની યાત્રામાં તાજેતરના વર્ષોમાં યાત્રાળુઓનો વધારો થયો છે ત્યારે બુધવારે ચીનની એલચી કચેરીના સૂત્રોએ જણાવ્યું કે, કૈલાસ માનસરોવર યાત્રા કરતા ભારતીય યાત્રાળુઓને પહેલાંની જેમ વિઝા આપવામાં આવ્યા છે. એવા અહેવાલો આવ્યા હતા કે, ભારતે લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાના પગલે ભારતીયોના એક જૂથને વિઝા આપવા માટે ચીન સરકારે વિલંબ કર્યો હતો.

ચીનની એલચી કચેરીના એક સૂત્રે જણાવ્યું હતું કે, ભારતીય યાત્રાળુઓને રાબેતા મુજબ કૈલાસ માનસરોવર યાત્રા માટે વિઝા આપવામાં આવ્યા છે. તેને લઇને કોઇ મુશ્કેલી થઈ નથી થઈ. ચીનના તિબેટીયન ક્ષેત્રમાં આવેલ કૈલાશ માનસરોવરની યાત્રા હિન્દુઓમાં પવિત્ર માનવામાં આવે છે. દર વર્ષે સેંકડો ભારતીયો આ યાત્રા પર જાય છે, જેમાં અમુક રસ્તાઓ પર ટ્રેકિંગ કરીને જવાનું હોય છે.

મંગળવારે ચીને લદ્દાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામા આવતા ભારતના નિર્ણયની સામે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, કાશ્મીરની હાલની પરિસ્થિતિને લઈને ગંભીર ચિંતા છે. જોકે ભારતે ચીનના વાંધાને નકારી કાઢ્યો હતો અને આ મુદ્દાને દેશની આંતરિક બાબત ગણાવી હતી. સરકારે કલમ 37૦ ની જોગવાઈઓને રદ કરી છે જે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપે છે. તે સાથે સરકારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કર્યા.

કૈલાસ-માનસરોવરની યાત્રા પ્રસિદ્ધ છે જે દર વર્ષે હોય છે. આ યાત્રાળુંઓ અંહિ આવીને સ્નાન કરે છે જે તેમના પાપ ધોવે છે તેવું મનાય છે. જેથી સીમિત લોકો જ આ માર્ગેથી યાત્રા કરી શકે છે.આ યાત્રા ઉત્તરાખંડ, હિમાચલ, સિક્કીમ, કાઠમંડુ કે નેપાળથી શરૂ થાય છે.આ યાત્રા કરવા માટે વ્યક્તિ દીઠ આશરે 1.60 લાખ રૂપિયા જેટલો ખર્ચ થતો હોય છે. આ યાત્રામાં ભારત સરકાર સબસીડી નથી આપતી, પણ છત્તીસગઢ, દિલ્હી,કર્ણાટક,મધ્યપ્રદેશ, ગુજરાત, અને ઉત્તરાખંડ રાજ્યની સરકાર તેમની જાતે યાત્રાળુંઓને સબસિડી આપે છે. કૈલાશ માનસરોવર યાત્રા દરમિયાન લિપુલેખ રૂટપરથી 200 કિ.મી જેટલું અને નાથુ લા રૂટ પરથી 35 કિ.મી જેટલું ટ્રેકિંગ છે.

આ યાત્રા પર જવા માટે તમારી ઉંમર 18 વર્ષથી વધુ અને 70 વર્ષ કરતા ઓછી હોવી જરૂરી છે. યાત્રામાં 19500 જેટલી ઊંચાઈ પર ટ્રેકિંગ કરવાનું હોય છે. કૈલાશ માનસરોવર યાત્રા નવી દિલ્હીથી શરૂ થાય છે અને નવી દિલ્હી, ગંગટોક અને ધારચુલા પર પૂરી થાય છે. આ યાત્રા પૂરી કરવા માટે 23થી 25 દિવસ જેટલો સમય લાગે છે. કૈલાસ માનસરોવર યાત્રાએ જવા માગતા યાત્રિકો માટે રજિસ્ટ્રેશન કરાવું પડે છે.આ યાત્રા દરમ્યાન અદભૂત કુદરતી સૌંદર્ય જોવા મળે છે


X
China granted visas to pilgrims to Kailas Mansarovar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી