તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

મધ્ય પ્રદેશના માંડુમાં બટરફ્લાય પાર્ક પર્યટકો માટે આકર્ષણનું નવું કેન્દ્ર બનશે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રદેશમાં જોવા મળતા અને દેશની વિવિધ પ્રજાતિના પતંગિયાને આ પાર્કમાં લાવવામાં આવશે
  • બટરફ્લાય પાર્કમાં વિવિધ પ્રકારના ફૂલો છોડ તેમજ 100 થી વધુ રંગ બેરંગી પતંગિયા જોવા મળશે

ટ્રાવેલ ડેસ્ક. મધ્યપ્રદેશના ધાર જિલ્લાનું પર્યટન સ્થળ માંડવગઢ બાઝ બહાદુર અને રાની રૂપમતીની પ્રેમની કહાની માટે જાણીતું છે અને એટલા માટે પર્યટકો માટે તે આકર્ષણનું કેન્દ્ર છે. પરંતુ આગામી દિવસોમાં અહીંનો બટરફ્લાય પાર્ક પણ પર્યટકો માટે આકર્ષણનું નવું કેન્દ્ર બની જશે. રાજ્ય વન વિભાગ પ્રખ્યાત પર્યટન સ્થળ માંડવગઢમાં એક કરોડ 80 લાખ રૂપિયાના ખર્ચે જમુનાદેવી બટરફ્લાય પાર્કનું નિર્માણ કરી રહ્યો છે. બટરફ્લાય પાર્કમાં વિવિધ પ્રકારના ફૂલોછોડ તેમજ 100 થી વધુ રંગ બેરંગી પતંગિયા આ છોડ ઉપર જોવા મળશે. ઉપરાંત આ પાર્કમાં પ્રવાસીઓ કુદરતી અનુભવનો આનંદ માણી શકશે. 


રાજ્યના વન મંત્રી ઉમંગ સિંઘરના જણાવ્યા પ્રમાણે, પ્રદેશમાં જોવા મળતા અને દેશની વિવિધ પ્રજાતિના પતંગિયાને આ પાર્કમાં લાવવામાં આવશે. આ પાર્કમાં પતંગિયા માટે તમામ વ્યવસ્થા અને સુવિધા કરવામાં આવી છે. 


ઈન્દોરથી લગભગ 100 કિલોમીટર અને ધારથી 38 કિલોમીટર દૂર માંડુ, બાઝ બહાદુર અને રાણી રૂપમતીની પ્રેમ કહાનીનું પ્રતિક છે. અહીં દર વર્ષે હજારોની સંખ્યામાં પર્યટકો અહીંના કિલ્લાની મુલાકાતે આવે છે. આ પ્રેમ કથા પર 1960ના દાયકામાં બનેલી ‘રાની રૂપમતી’એ આ સ્થાનને નવી ઓળખ આપી હતી.  

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો