સુવિધા / અમદાવાદ સ્ટેશનના તમામ પ્લેટફોર્મ પર બોટલ ક્રશિંગ મશીન મુકવામાં આવ્યાં

  • બોટલ ક્રશિંગ મશીન ધરાવતું અમદાવાદ દેશમાં પ્રથમ સ્ટેશન બન્યું
  • અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર બોટલ ક્રસિંગ મશીન લગાવવામાં આવ્યા છે
  • દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી કરવાના ભાગરૂપે અમદાવાદ સ્ટેશનના તમામ પ્લેટફોર્મ પર 1-1 મશીન લગાવવામાં આવ્યા

Divyabhaskar.com

Nov 17, 2019, 03:35 PM IST

ટ્રાવેલ ડેસ્ક. અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર બોટલ ક્રસિંગ મશીન લગાવવામાં આવ્યા છે. છ પ્લેટફોર્મમાંથી તે પાંચ પ્લેટફોર્મ પર કાર્યરત છે જ્યારે એક પ્લેટફોર્મ પર મશીન કામ નથી કરતું. અમદાવાદ રેલવે વિભાગે જણાવ્યું કે, દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી કરવાના ભાગરૂપે અમદાવાદ સ્ટેશનના તમામ પ્લેટફોર્મ પર 1-1 મશીન મુકાતા તમામ પ્લેટફોર્મ પર બોટલ ક્રશિંગ મશીન ધરાવતું અમદાવાદ દેશમાં પ્રથમ સ્ટેશન બન્યું છે. રેલવે અધિકારીએ જણાવ્યું કે, પ્લાસ્ટિકના ટુકડામાંથી પેસેન્જરોને બેસવા માટે બાંકડા
બનાવાય છે.

તેમજ તેમાંથી પોલીવસ્ત્ર તૈયાર કરાય છે. પોલીવસ્ત્રને બેડશીટ, પીલો કવર સહિત અન્ય ઉપયોગમાં લઈ શકાય છે. અઢી બોટલના ટુકડામાંથી ખુરશીનું કવર 6 બોટલમાંથી એક પીલો કવર, 20 બોટલના ટુકડામાંથી એક બેડશીટ બને છે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી