• Home
  • Lifestyle
  • Travel
  • Bookings for domestic flights started from Friday, Air India, Indigo, Vistara and other airlines started selling tickets, flights will start from May 25.

લેટ્સ ફ્લાય / ડોમેસ્ટિક ફ્લાઈટ માટે શુક્રવારથી બુકિંગ શરૂ થયું, એર ઈન્ડિયા, ઈન્ડિગો, વિસ્તારા સહિત અન્ય એરલાઈન્સે ટિકિટનું વેચાણ શરૂ કર્યું, 25 મેથી ફ્લાઈટ શરૂ થશે

Bookings for domestic flights started from Friday, Air India, Indigo, Vistara and other airlines started selling tickets, flights will start from May 25.
X
Bookings for domestic flights started from Friday, Air India, Indigo, Vistara and other airlines started selling tickets, flights will start from May 25.

  • 51 શહેરો માટે ઈન્ડિગો એરલાઈન્સે બુકિંગ શરૂ કર્યું
  • ગોએરની બુકિંગ વિન્ડો હજી પણ બંધ છે

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 10:16 AM IST

કેન્દ્ર સરકારના આદેશ બાદ 25 મે એટલે કે સોમવારથી ડોમેસ્ટિક ફાલાઈટ્સ શરૂ થઈ રહી છે. વિમાન સેવા માટે સરકારી વિમાન કંપની એર ઈન્ડિયાએ શુક્રવારથી બુકિંગ પણ શરૂ કરી દીધું છે. એરલાઈને ટ્વીટમાં જણાવ્યા પ્રમાણે, શુક્રવાર બપોરે 12.30 વાગ્યાથી ડોમેસ્ટિક ફ્લાઈટનું બુકિંગ શરૂ થઈ રહ્યું છે. તે ઉપરાંત પ્રાઈવેટ વિમાન કંપનીઓએ પણ શુક્રવાર બપોરે13.30 વાગ્યાની આસપાસ બુકિંગ શરૂ કરી દીધું છે. 

એર ઈન્ડિયાની વેબસાઈટ પર જઈને બુકિંગ કરાવી શકો છો
એર ઈન્ડિયાની ટિકિટ બુક કરાવનાર ગ્રાહકોને કંપનીની વેબસાઈટ airindia.inની મદદ લેવી પડશે અથવા ટ્રાવેલ એજન્ટ દ્વારા પણ બુકિંગ કરી શકાશે. ટ્વીટમાં જણાવ્યા પ્રમાણે, કસ્ટમ કેર દ્વારા ટિકિટ બુકિંગ વિશે વધુ માહિતી મેળવી શકાય છે. 

ઈન્ડિગોએ 51 શહેરો માટે બુકિંગ શરૂ કર્યું
પ્રાઈવેટ એરલાઇન્સ કંપની ઈન્ડિગોએ પણ શુક્રવારથી બુકિંગ શરૂ કરી દીધું છે. ઈન્ડિગો એરલાઈન્સે 51 શહેરો માટે બુકિંગ શરૂ કર્યું છે. તે ઉપરાંત વિસ્તારા અને સ્પાઈસ જેટે પણ ડોમેસ્ટિક ફ્લાઈટ માટે બુકિંગ વિન્ડો ઓપન કરી દીધી છે. જો કે, ગોએરની બુકિંગ વિન્ડો હજી પણ બંધ છે.

એરલાઇન્સ નક્કી કરશે કે કયા રૂટ પર સર્વિસ શરૂ કરવી
ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA)ની તરફથી તમામ એરલાઇન્સને રૂટ અને સ્ટેશન ચાર્ટ આપવામાં આવ્યો છે. હવે એરલાઇન્સ નક્કી કરશે કે તેમને કયા રૂટ પર સર્વિસ શરૂ કરવી છે અને તેના માટે બુકિંગ ક્યારથી શરૂ કરવું છે. કુલ 8 એરલાઈન્સને રૂટ ફાળવવામાં આવ્યા છે જેમાં એર ઈન્ડિયા, એર એશિયા, એલાયન્સ એર, ગો એર, ઈન્ડિગો, સ્પાઈસ જેટ, ટ્રૂ જેટ, વિસ્તારા સામેલ છે.

25 મેથી શરૂ થનારી ડોમેસ્ટિક ફ્લાઈટ સર્વિસ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ફાઈનલ SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર) અતંર્ગત ગાઈડલાઈન બહાર પાડી છે. તેમાં જણાવ્યા પ્રમાણે, ડોમેસ્ટિક પેસેન્જરે કયા કયા નિયમોનું પાલન કરવાનું રહેશે. 

AAI દ્વારા જાહેર કરાયેલા નિર્દેશમાં જણાવ્યા પ્રમાણે- 

  • કોઈને કેબિન લગેજ લઈ જવાની મંજૂરી નથી
  • ફોનમાં આરોગ્ય સેતુ એપ રાખવી જરૂરી છે
  • માસ્ક અને ગ્લવ્સ જેવા રક્ષણાત્મક ગિયર પહેરવા તમામ માટે જરૂરી
  • દરેક વ્યક્તિએ અંતર જાળવવું જરૂરી છે.
  • એરપોર્ટ સ્ટાફની સાથે કો-ઓપરેટ કરવું જરૂરી છે

25 માર્ચથી તમામ ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રી ફ્લાઈટ બંધ છે
કોવિડ-19ને ધ્યાનમાં રાખીને 25 માર્ચથી દેશવ્યાપી લોકડાઉન લાગુ છે. ત્યારથી, નિયમિત ડોમેસ્ટિક ફ્લાઈટ બંધ છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ 22 માર્ચથી બંધ છે. પહેલા ત્રણ સપ્તાહ માટે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. બાદમાં લોકડાઉન 19 અને પછી 14 દિવસ માટે વધારવામાં આવ્યું. લોકડાઉનનો ત્રીજો તબક્કો 17 મેના રોજ સમાપ્ત થઈ ગયો છે. આ દરમિયાન કાર્ગો વિમાનો અને વિશેષ પરવાનગીવાળી પેસેન્જર ફ્લાઇટ કાર્યરત હતી. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી