તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્પાઈસજેટનો ‘મોનસૂન સેલ’, માત્ર રૂ.987માં ફ્લાઈટની ટિકિટ બુક કરાવો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • સેલ 12 માર્ચથી શરૂ થઈ ગયો છે જે 15 માર્ચ સુધી ચાલશે

ટ્રાવેલ ડેસ્ક. અફોર્ડેબલ એરલાઇન કંપની સ્પાઇસજેટે ચાર દિવસ માટે સેલની જાહેરાત કરી છે. સ્પાઈસ જેટ ઘરેલુ મુસાફરી કરનારા લોકો માટે ઓફર શરૂ કરી છે. સ્પાઈસજેટ ‘મોનસૂન સેલ’ અંતર્ગત ઘરેલુ ટિકિટની શરૂઆત માત્ર 987 રૂપિયાથી થાય છે જ્યારે ઈન્ટરનેશનલ ડેસ્ટિનેશન માટે 3,699 રૂપિયાથી ટિકિટની શરૂઆત થાય છે.


સેલ 12 માર્ચથી શરૂ થઈ ગયો છે જે 15 માર્ચ સુધી ચાલશે. આ સેલ અંતર્ગત ટિકિટ પર તમે 28 ફેબ્રુઆરી 2021 સુધી મુસાફરી કરી શકો છો. તેમજ તમે આ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ટિકિટ બુક કરો છો તો તમને હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. 

આ ટિકિટ અગાઉ વહેલા તે પહેલા ધોરણે આપવામાં આવતી હતી. તેની સાથે તમે આ ટિકિટ પર રિફંડ પણ મેળવી શકો છો અને કેન્સલ ઈમર્જન્સીમાં કેન્સલ કરવા પર માત્ર કેન્સલેશન ચાર્જ વસૂલવામાં આવે છે. 

સ્પાઈસ જેટે 11 ફ્લાઈટ શરૂ કરી
એરલાઈન્સ કંપની સ્પાઈસજેટે ઉડાન યોજના અંતર્ગત 11 નવી ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ ફ્લાઈટ 29 માર્ચથી ઓપરેટ થશે. સાથે જલંધર-જયપુર-જલંધર રૂટ પર બે નવી ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે. તે સાથે કંપનીની 12 શહેરોમાં 54 ફ્લાઈટ થઈ જશે. તેમાં મુંબઇ-લેહ, લેહ-શ્રીનગર, શ્રીનગર-મુંબઇ રૂટ માટે પહેલી વખત નોન સ્ટોપ ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવશે. લેહ અને મુંબઈ આવતા જતા મુસાફરોએ શ્રીનગર થઈને મુસાફરી કરવી પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો