તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રાવેલ:કેનેડા, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાને પાછળ ધકેલી, હૈદરાબાદ શહેરને '2020 ટ્રી સિટી ઓફ ધ વર્લ્ડ'નું સન્માન મળ્યું

4 મહિનો પહેલા

સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા ખાદ્ય તથા કૃષિ સંસ્થા (એએફઓ) અને આર્બોર ડે ફાઉન્ડેશને વર્ષ 2020 માટે હૈદરાબાદને ટ્રી સિટીનો દરજ્જો આપ્યો છે. દેશનું આ એકમાત્ર શહેર છે, જેને આ ખિતાબ આપવામાં આવ્યો. તેલંગાણા રાષ્ટ્રીય સમિતિના કાર્યકારી અધ્યક્ષ અને નગર મંત્રી કે ટી રામા રાવે પોતાના સોશિયલ મીડિયામાં આ અંગે જાણકારી આપી હતી. ટ્રી સિટી હૈદરાબાદ શહેરની નવી ઓળખ છે. જે સંપૂર્ણ હૈદરાબાદના લોકો માટે ગર્વની વાત છે.

અત્યાર સુધી 63 દેશોના 51 શહેરને ટ્રી સિટી તરીકે માન્યતા મળી ગઇ છે. પરંતુ આ અન્ય શહેર કેનેડા, બ્રિટન, અમેરિકા, ઓસ્ટ્રેલિયામાં હતાં. તેમાં ભારતના આ એકમાત્ર શહેરના મહત્ત્વને વધારી દીધું છે.

2015થી, તેલંગાણા રાજ્ય સરકાર હરિત હરમ કાર્યક્રમને લાગૂ કરી રહી છે. આ અવસરે અનેક સ્થાન ઉપર વૃક્ષારોપણ કરવામાં આવ્યું. પરંતુ વૃક્ષોને વાવીને ભૂલી જવામાં આવ્યાં નથી. આર્બરકલ્ચરનું કામ પણ યોગ્ય રીતે કરવામાં આવ્યું હતું. નાગરિકો સાથે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેલંગાણા સરકાર પ્રમાણે, આ માન્યતાએ હૈદરાબાદને સમૃદ્ધ શહેરનું નેટવર્ક બનાવી દીધું છે. આ વાતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું કે શહેરનો વિસ્તાર કરવાની સાથે ઝાડને કાપવામાં આવે નહીં.