જાપાન / G-20 સંમેલનનું યજમાન ઓસાકા પ્રવાસન માટે પણ એટલું જ જાણીતું, એક લટાર મારવા જેવી ખરી

Attraction for tourism Osaka is known as the city of food and entertainment
X
Attraction for tourism Osaka is known as the city of food and entertainment

 • જાપાનના ઓસાકામાં હાલ વિશ્વનાં શક્તિશાળી દેશોની G-20 સમિટ ચાલી રહી છે
 • ઓસાકા શહેર ખોરાક અને મનોરંજનના શહેર તરીકે પણ ઓળખાય છે 

Divyabhaskar.com

Jun 28, 2019, 05:21 PM IST

ટ્રાવેલ ડેસ્ક. હાલમાં વિશ્વનાં 20 શક્તિશાળી દેશોનું સંમેલન જાપાનનાં ઓસાકા શહેરમાં ચાલી રહ્યું છે. ભારત તરફથી ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અત્યારે ઓસાકા શહેરમાં જ છે. આપણે જ્યારે વિદેશ ફરવા જવાનું પ્લાનિંગ કરીએ ત્યારે સામાન્ય રીતે જાપાન આપણા લિસ્ટમાં હોતું નથી. પરંતુ જાપાન અને તેનું આ ઓસાકા શહેર સુંદરતા અને ઐતિહાસિક વારસાનો સંગમ છે. 

જાપાનનું આ શહેર પ્રીફેક્ચરનું પ્રમખ શહેર અને વેપારી મથક હોવાની સાથે પોર્ટ સિટી તરીકે પણ ઓળખાય છે. ઓસાકાના સૌથી પ્રસિદ્ધ સ્થળોની યાત્રા પ્રવાસીઓ માટે યાદગાર બની રહે તેવી છે. આ શહેરની આસપાસ કેસલ, શિન્સેકોઈ, ડૉટનોબરી, શિન્સાઈબાશી સુઝી જેવા સ્થળો પ્રવાસીઓને વધુ આકર્ષતા હોય છે.

1

ડોટોનબરી

ડોટોનબરી

ઓસાકા બોલતાં જ ત્યાંનુ ફૂડ યાદ આવે. કારણ કે આ શહેર ખોરાક માટે પ્રસિદ્ધ છે. ઓડોકા ફૂડ કલ્ચર એડો સમયથી ચાલ્યું આવે છે."તકાઓકીકી", "ઓકોનમિયાકી", "કુશિકત્સુ" ત્યાંની ફેમસ ગણાય છે. અહીં રહેતા લોકોપણ પ્રેમભર્યા આવકાર આફનારા અને રાંધણકળા છે. જો તમે "ડોટોનબોરી" ની મુલાકાત લો તો અહીં દર્શાવેલી બધી જ વાનગીઓ ખાઈ શકો છો. ડોટોનબરી ચીનો વોર્ડ, ઓસાકામાં ડાઉનટાઉન વિસ્તાર છે. આ વિસ્તાર લોકોની ગીચતાથી સતત ધમધમતો છે. કારણ કે ત્યાં ઘણી રેસ્ટોરન્ટ્સ છે જે ઓછા ભાવે લોકોને ભોજન પીરસે છે. એટલા માટે જ આ શહેર પ્રવાસીઓ માટે વધુ આકર્ષણનું કેન્દ્ર રહે છે.

2

ઓસાકા ટૂર્સ આખા દિવસ માટે ઉપલબ્ધ

ઓસાકા ટૂર્સ આખા દિવસ માટે ઉપલબ્ધ
 • ઓસાકામાં સરકારી લાઈસન્સ ધરાવતા અને માન્યતા વાળા ટૂર ગાઈડ્સ જે પર્યટન સ્થળ વિશે માહિતગાર કરશે
 • ઓસાકા પ્રવાસ સામાન્યતઃ સવારે 10 વાગે મિકોયા ઓસાકાથી પ્રસ્થાન થાય છે
 • ઓસાકા પ્રસાવ સાંજે 6 વાગ્યા સુધી ચાલે છે અને મિકોયા ઓસાકામાં જ પૂર્ણ થાય છે
 • ઓસાકા ટૂર્સ એક વ્યક્તિ દીઠ ¥ 3000 ( અંદાજે 1923 રૂપિયા) 10 પ્રવાસીઓ, તેનાથી ઓછા લોકો પણ સામેલ થઈ શકે.
 • જો પ્રાઈવેટ ટેક્સીની જરૂરિયાત હોય તો ઓસાકા ટૂર્સ માટે 400,000 ડૉલરનો ભાવ થાય છે. વધુ સંખ્યામાં પ્રવાસીઓ હોય તો ઓસાકા ટૂર્સનું ¥ 900,000 (રૂપિયા 577026)નું બસ ટૂર પેકેજ લઈ શકાય.
 • ઓસાકા પ્રવાસને ઈસ્છા મૂજબ ટુંકાવી અથવા કોઈ સ્થળ ઉપર વધુ સમય પસાર કરવો હોય તો તેના માટે પણ છૂટ મળે છે
 • ઓસાકા ટૂર્સનાં પ્રવાસીઓને તેમનો સામાન એક સ્થળે સુરક્ષિત મુકવાની સુવિધા ઉપલબ્ધ છે, જેથી આખો દિવસ સાથે રાખવાની જરૂર રહેતી નથી.
 • મોસમનાં આધારે ઓસાકા પ્રવાસનાં કાર્યક્રમોમાં ફેરફાર કરી શકાય.
 • ઓસાકા ટૂર કોઈ ગાઈડ વિના પણ પ્રવાસીઓને ટૂર કરવાની છૂટ આપે છે
3

MAIKOYA OSAKA

MAIKOYA OSAKA

આ શહેરમાં જાપાનીઝ સંસ્કૃતિનો અદભૂત અનુભવ થાય છે. જેમાં પારંપારિક ચાય સમારોહ, જાપાની સુલેખ, ઓરેગામી, કિમોનો ડ્રેસિંગ અને ઘણી વસ્તુઓ સામેલ છે જે સૌને આકર્ષે છે. મૈકોયા ઓસાકા જાપાનનું એકમાત્ર એવું શહેર છે જ્યાં પ્રવાસીઓ વર્ષનાં કોઈપણ સમયે આવી શકે છે. અહીં જાપાનીઝ રસોઈ અને સામુરાઈની જીવનશૈલીના માધ્યમથી અલગ-અલગ દ્રષ્ટિકોણ સાથે તેમાં ગળાડૂબ થઈ જાઓ તેવું નિદર્શન જોવા મળે છે. 

4

યુનિવર્સલ સ્ટુડીયોઝ

યુનિવર્સલ સ્ટુડીયોઝ

યુનિવર્સલ સ્ટુડીયોઝ જાપાન ખાતે એક દિવસનો તેહેવાર જેવો ગણાય છે. 2001માં જાપાનનો પ્રથમ "યુનિવર્સલ સ્ટુડીયોઝ" ખુલ્લો મુકાયો હતો. સામાન્યતઃ તેનું નામ "યુએસજે" છે. જાપાનમાં ડીઝની રિસોર્ટ સાથે તે લોકપ્રિય થીમ પાર્ક છે. વર્ષ 2001ની શરૂઆતથી જ અહીં આકર્ષણોની સંખ્યામાં સતત વધારો થયો છે.  વિવિધ ઇવેન્ટ્સ પણ પ્રવાસીઓને ધ્યાન આકર્ષિત કરે છે.

5

ઑસાકા ની મુલાકાત લો અને આનંદ માણો

ઑસાકા ની મુલાકાત લો અને આનંદ માણો

"એવેનો હરુકાસુ"નામની ઈમારત જેનું બાંધકામ 2014માં પૂર્ણ થયું હતું. જાપાનમાં તે સૌથી ઊંચી ઇમારત છે. તેની ઊંચાઇ 300 મીટર છે. તેના સિવાય અહીં સંગ્રહાલયનો પણ આનંદ માણી શકો છો આખા દિવસની ખરીદી પણ કરી શકો છો. જાપાનમાં સૌથી મોટા રેસ્ટોરાં આસાકામાં છે. ઓસાકા ખોરાક, મનોરંજન અને જોવાલાયક સ્થળો માટે જાણીતું છે. જ્યારે જાપાન જાઓ ત્યારે ઓસાકાના લોકોના ખુશખુશાલ વ્યક્તિત્વમાં ટોકિયોથી અલગ જાપાનનું આકર્ષણ અનુભવી શકશો.

6

સ્થાનિ પરિવહન અથવા ટેક્સીથી ટ્રાવેલ કરી શકાય

સ્થાનિ પરિવહન અથવા ટેક્સીથી ટ્રાવેલ કરી શકાય

ઓસાકાના સૌથી પ્રસિદ્ધ સ્થળોની યાત્રા 

 • યૂમાકા સ્કાઈ બિલ્ડિંગ (યૂમાકા સ્કાય બિલ્ડિંગ જે ઓસાકાના કેતા વિસ્તારના ઓસાકા અને ઉમદા સ્ટેશનની નજીક આવેલું છે)
 • ઓસાકા કૈસલ (ઓસાકા કેસલ જાપાનનું ખૂબ જાણીતું મંદિર છે. તેનું નિર્માણ ઈસિયાયા હોંગાનજીએ ઈ.સ. 1583માં કર્યું હતું, તે સમયે તે સૌથી મોટો કિલ્લા હતો.)
 • ઓસાકા કૈસલ પાર્ક (ઓસાકા મંદિરની આસપાસ બનેલું ગાર્ડન જે સૌને આકર્ષિત કરે છે.)
 • શિન્સેકાઈ-તુત્નાકાકુ (શિનસેકાય એ ટેનોજી પાર્કની પશ્ચિમમાં આવેલો રંગીન વિસ્તાર છે જે સસ્તી દુકાનોથી ભરપૂર છે અને તેના આઇકોનિક ત્સુટેન્કાકુ ટાવર માટે જાણીતું છે.)
 • Dotonbori ( "ડોટનબોરી" નામનો આ વિસ્તાર સામાન્ય રીતે ડોટનબોરી કેનાલ અને ડોટોનબોરી સ્ટ્રીટ તરીકે ઓળખાય છે, જે કેનાલની દક્ષિણ કાંઠે આવેલો છે. તે ઓસાકાના સૌથી રંગીન વિસ્તારોમાંનું એક છે અને કાન્સાઈ પ્રદેશથી મુસાફરી કરતી વખતે રસ્તામાં આવે છે.)
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી