• Home
  • Lifestyle
  • Travel
  • Are you traveling by Go Air? After the ticket, you will have to pay separately for each seat, the company said this is the rule

નવો નિયમ / શું તમે ગો એરથી મુસાફરી કરી રહ્યા છો? ટિકિટ પછી, દરેક સીટ માટે અલગથી પૈસા આપવાના રહેશે, કંપનીએ કહ્યું કે આ નિયમ છે

Are you traveling by Go Air? After the ticket, you will have to pay separately for each seat, the company said this is the rule
X
Are you traveling by Go Air? After the ticket, you will have to pay separately for each seat, the company said this is the rule

  • અમુક સિટ માટે કંપનીએ 1,999 રૂપિયા પણ ચાર્જ લીધો છો
  • પૈસા ચૂકવ્યા વિના, તમે ફ્લાઇટ્સ માટે આગળ વેબ ચેક-ઈન કરી શકશો નહીં

દિવ્ય ભાસ્કર

Jul 29, 2020, 09:01 AM IST

જો તમે ગો એરથી મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો એક વખત આ સમાચાર વાંચવા જોઈએ. હકીકતમાં, ટિકિટ બુક કરાવ્યા બાદ પણ હવે તમારે તમારી સીટ માટે પૈસા આપવા પડશે. તે 49 રૂપિયાથી લઇને 1,999 રૂપિયા સુધી હશે. જો તમે પૈસા નહીં આપો તો વેબ ચેક-ઈન નહીં થાય. વેબ ચેક-ઈન નહીં થાય તો તમે મુસાફરી કરી શકશો નહીં.

પાછળની વચ્ચેવાળી સીટ માટે 49 રૂપિયા ચૂકવવા પડશે
આ અંગે એક પેસેન્જર અરવિંદ સિંહના જણાવ્યા પ્રમાણે, તેમણે ગો એરથી મુંબઈથી વારાણસી જવા માટે 30 જુલાઈની ટિકિટ બુક કરાવી હતી. બુકિંગના સમયે જે પણ પૈસા કહેવામાં આવ્યા હતા તેનું પેમેન્ટ કરી દેવામાં આવ્યું હતું. મંગળવારે જ્યારે તેઓ વેબ ચેક-ઈન કરાવવા માટે ગયા તો એરલાઈન્સની વેબસાઈટ પર સીટ સિલેક્ટ કરવા માટે કહેવામાં આવ્યું. જ્યારે સીટને સિલેક્ટ કરી તો ગો એરે 49 રૂપિયાની માગ કરી.

પાછળની સાઈડ અને વિંડો સીટ માટે 249 રૂપિયા
મુસાફરના જણાવ્યા પ્રમાણે, પહેલા તો તેણે લાગ્યું કે, વિંડો સીટ અથવા ઈમર્જન્સી ડોર અથવા ફ્રન્ટ સીટ હશે તેથી પૈસા માગવામાં આવી રહ્યા છે. પરંતુ જ્યારે મુસાફરે કોઈ અન્ય સીટ સિલેક્ટ કરી તો તેના માટે પણ એટલા જ પૈસા માગવામાં આવ્યા. એટલું જ નહીં. વિંડો સીટ માટે 250 રૂપિયા, આગળની માટે 1,999 રૂપિયા માગવામાં આવ્યા હતા. મુસાફરના જણાવ્યા અનુસાર, એટલું જ નહીં, કંપનીએ કોઈ માહિતી આપી નહીં અને 30 જુલાઈની ફ્લાઈટને 31 જુલાઈ કરી દીધી. મુસાફરોને ત્યારે ખબર પડી જ્યારે તેઓ વેબ ચેક-ઈન કરવા માટે ગયા.

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી એવું હતું કે, તમે કોઈ ખાસ સીટ જેવી જેમ કે વિંડો, અથવા આગળની અથવા તેનાથી વધુ આગળની સીટની માગ કરો છો તો તમારે તેના માટે વધારે પૈસા ચૂકવવા પડતા હતા.

કોરોનામાં વેબ ચેક-ઈન જરૂરી છે
મુસાફરના જણાવ્યા પ્રમાણે, તમામ સીટ માટે પૈસા આપવાનો આ નિયમ પહેલી વખત જોવા મળ્યો. જ્યાં સુધી તમે પૈસા નહીં આપો, ત્યાં સુધી વેબ ચેક-ઈન નહીં થાય. કોરોનાના કારણે સરકારે નિયમ લાગુ કર્યો છે કે, જ્યાં સુધી તમે વેબ ચેક-ઈન નહીં કરાવો ત્યાં સુધી તમને એરપોર્ટની અંદર પ્રવેશ આપવામાં આવશે નહીં. તેથી તમામ મુસાફરો માટે વેબ ચેક-ઈન જરૂરી છે.

આ અંગે ગો એરના જણાવ્યા પ્રમાણે, આ નિયમ છે અને પહેલાથી જ તેનો અમલ થઈ ચૂક્યો છે. ગો એરએ એ જવાબ આપ્યો ન હતો કે તેનો અમલ શા માટે કરવામાં આવ્યો છે. જો કે, આ અંગે સ્પાઈસ જેટના જણાવ્યા પ્રમાણે, તેમની પાસે આવી કોઈ માહિતી નથી અને માત્ર વિશેષ સીટો માટે ચાર્જ લેવામાં આવે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી