ધાર્મિક યાત્રા / કેદારનાથ મંદિરમાં પૂજા માટે ઓનલાઈન સુવિધા જલ્દી શરૂ થશે

An online facility for worship at Kedarnath Temple will start soon

  • કેદારનાથ મંદિરના દર્શન માટે જતા ભક્તોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે
  • વર્ષ 2018માં 7 લાખ કરતાં વધુ ભક્તો કેદારનાથ પહોંચ્યા હતા
  • કેદારનાથ મંદિરમાં પૂજા માટે વેબસાઈટ દ્વારા ઓનલાઈન બુકિંગ કરી શકશે

Divyabhaskar.com

Oct 01, 2019, 02:07 PM IST

ટ્રાવેલ ડેસ્ક. કેદારનાથ મંદિરના દર્શન માટે જતા ભક્તોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે તે જોતાં બહુ જલદી ઓનલાઈન બુકિંગની સુવિધા શરૂ કરવામાં આવશે. તેનાથી ભક્તો કેદારનાથ મંદિરમાં પૂજા માટે વેબસાઈટ દ્વારા ઓનલાઈન બુકિંગ કરી શકશે. બદ્રિનાથ-કેદારનાથ મંદિર સમિતિએ શ્રાઈન પૂજા કાઉન્ટરનું નવીનીકરણ કર્યું છે તેને સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ્ડ કરવામાં આવી છે. સમિતિની વેબસાઈટનું કામ જલ્દી પૂરું થઈ જશે. બ્રદ્રીનાથ શ્રાઈને પહેલેથી જ ઓનલાઈન બુકિંગ શરૂ કરી દીધું છે.

વર્ષ 2018માં 7 લાખ કરતાં વધુ ભક્તો કેદારનાથ પહોંચ્યા હતા

આ વર્ષમાં અત્યાર સુધીમાં અંદાજે 9 લાખ કરતાં વધું લોકો કેદારનાથનાં દર્શન કરી ચૂક્યાં છે. મંદિર સમિતિના રેકોર્ડના જણાવ્યા પ્રમાણે, આ વર્ષે અત્યાર સુધીમાં 10.42 લાખ લોકોએ બદ્રીનાથ અને અંદાજે 9.09 લાખ લોકોએ કેદારનાથના દર્શન કર્યાં છે.

ગત વર્ષે 6 મહિના કેદારનાથ મંદિરને દર્શન માટે ખોલવામાં આવ્યું હતું અને આ દરમિયાન અંદાજે 7.31 લાખ લોકો અહીં દર્શન કરવા આવ્યા હતા. બીજી તરફ 10.48 લાખ ભક્તોએ બદ્રીનાથના દર્શન કર્યા હતા.

પ્રધાનમંત્રી મોદીનાં દર્શન બાદ ભક્તોની સંખ્યા વધી

મંદિર સમિતિના લોકો અને અધિકારીઓનું માનવું છે કે, કેદારનાથ મંદિરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુફામાં ધ્યાન કર્યું હતું, ત્યાર બાદ અહીં ભક્તોની સંખ્યા ઝડપથી વધી રહી છે. મે મહિનામાં પ્રધાનમંત્રી મોદી કેદારનાથ દર્શન માટે પહોંચ્યા હતા.

X
An online facility for worship at Kedarnath Temple will start soon
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી