સ્ટેચ્યુ ઓફ યુનિટી / દિવાળીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અંદાજે 85 હજાર પ્રવાસીઓએ મુલાકાત લીધી

An estimated 85,000 tourists visited the Statue of Unity in Diwali

એક વર્ષમાં 24,44,767 પ્રવાસી આવ્યા
ટ્રસ્ટને કુલ રૂ.63,39,14,12ની આવક

Divyabhaskar.com

Nov 02, 2019, 11:48 AM IST

ટ્રાવેલ ડેસ્ક. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. ગુજરાતીઓ રજાના માહોલમાં ફરવાના શોખીન હોય બીજા રાજ્યોમાં જવાને બદલે પોતાનાં જ વતનમાં પ્રવાસની મઝા માણી શકે તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે અન્ય પ્રોજેક્ટ પણ નિર્માણાધિન છે.ત્યારે દિવાળી વનેકેશનને લઈને પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે. દિવાળીના દિવસોમાં ભાઈબીજનાં દિવસે સૌથી વધુ 29,900 પ્રવાસીઓ નોંધાયા હતા.

સોમવારના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે પરંતુ સરદાર જયંતિ તેમજ વેકેશનને ધ્યાનમાં રાખીને આ દિવસે પણ પ્રવાસીઓ માટે પ્રવેશ ચાલુ રખાતાં 28 હજાર જેટલાં પ્રવાસીઓ મુલાકાત લીધી હતી. કેવડિયામાં દેશનાં જ નહીં પણ વિદેશી પ્રવાસીઓ પણ હવે સરદાર વલ્લભભાઈ પટેલનાં 182 મીટરનાં સ્ટેચ્યુને જોવા માટે આવી રહ્યાં છે. આ પ્રોજેક્ટને એક વર્ષ પૂર્ણ થતાં એકતા દિવસની ઉજવણી અર્થે પીએમ મોદી ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની એક વર્ષમાં કુલ 24 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. જેના થકી 63 કરોડ રૂપિયાની આવક થઇ છે.

X
An estimated 85,000 tourists visited the Statue of Unity in Diwali
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી