હિલ સ્ટેશન / ઔલી બરફની ચાદરથી ઢંકાઈ ગયું, બરફ વર્ષા બાદ પર્યટકો મોટી સંખ્યામાં અહીં આવી રહ્યા છે

Alley covered with ice sheet, tourists arriving in large numbers after snowfall

  • શિયાળાની શરૂઆત થતાની સાથે જ ઉત્તરાખંડના પહાડોમાં બરફ વર્ષા શરૂ થઇ ગઇ છે
  • વિશ્વ પ્રખ્યાત ઔલીમાં ચારેય તરફ બરફ જ બરફ છે
  • દૂર દૂર સુધી છવાયેલી બરફની ચાદર જોઈને કોઈનું પણ મન લલચાઈ જાય

Divyabhaskar.com

Dec 02, 2019, 08:16 AM IST

ટ્રાવેલ ડેસ્ક. શિયાળાની શરૂઆત થતાની સાથે જ ઉત્તરાખંડના પહાડોમાં બરફ વર્ષા શરૂ થઇ ગઇ છે. પહાડોમાં વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી સતત બરફ વર્ષા થઈ રહી છે જેના લીધે ઝાડ અને મકાનો સફેદ બરફથી ઢંકાઈ ગયા છે. બરફ વર્ષા બાદ ઉત્તરાખંડમાં પર્યટકો મોટી સંખ્યામાં અહીં આવી રહ્યા છે. હોટેલમાં ઓનલાઈન બુકિંગ શરૂ થઈ ગયું છે. વિશ્વ પ્રખ્યાત ઔલીમાં ચારેય તરફ બરફ જ બરફ છે. અહીં દૂર દૂર સુધી છવાયેલી બરફની ચાદર જોઈને કોઈનું પણ મન લલચાઈ જાય. ઉપરાંત બદ્રીનાથ અને તેની આજુબાજુના વિસ્તારોમાં બેથી અઢી ફૂટ બરફ જામી ગયો છે.

આશરે નવ હજાર ફીટની ઊંચાઈએ આવેલું ઔલી શિયાળામાં પર્યટકોને આકર્ષિત કરી રહ્યું છે. પર્યટકો અહીં મોટી સંખ્યામાં આવી રહ્યા હોવાથી ઔલીમાં હોટેલો બુક થઈ ગઈ છે. આ વખતે નવેમ્બર મહિનાના અંતમાં બરફ પડવાથી સ્થાનિક લોકોની રોજગારીની શક્યતા ઓછી થઈ હતી. ઔલીમાં બરફ વર્ષા બાદ પર્યટન વ્યસાય સાથે સંકળાયેલા લોકોને સારી આવક થાય છે. ઔલીની સાથે રુદ્રપ્રયાગ જિલ્લામાં પણ ધાર્મિક પ્રવાસીઓની સંખ્યા જોવા મળી રહી છે.

કેવી રીતે જશો

અહીં જવા માટે અમદાવાદથી દિલ્હી સુધી ટ્રેનમાં જઈ શકાય છે. દિલ્હીથી ઔલી જવા માટે ટ્રેનમાં 14 કલાકનો સમય લાગે છે. અમદાવાદથી દિલ્હી સુધીની ડાયરેક્ટ ફ્લાઈટ છે. તે ઉપરાંત ઔલીનું નજીકનું એરપોર્ટ દહેરાદૂન જૌલી ગ્રાંટ છે. અને નજીકનું રેલવે સ્ટેશન હરિદ્વાર છે.

X
Alley covered with ice sheet, tourists arriving in large numbers after snowfall

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી