• Home
  • Lifestyle
  • Travel
  • Air train will start at Indira Gandhi National Airport which will save passenger's time

ન્યૂ ટ્રેન / ઇન્દિરા ગાંધી નેશનલ એરપોર્ટ પર એર ટ્રેન શરૂ થશે, મુસાફરોનો સમય બચશે

Air train will start at Indira Gandhi National Airport which will save passenger's time

Divyabhaskar.com

Nov 26, 2019, 04:10 PM IST

ટ્રાવેલ ડેસ્કઃ મુસાફરોને ટૂંક સમયમાં દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (IGI) પર એર ટ્રેનની સુવિધા મળશે. આ ટ્રેનથઈ મુસાફરોને એક ટર્મિનલથી બીજા ટર્મિનલ સુધી પહોંચવામાં સરળતા રહેશે અને સમયનો બચાવ પણ થશે. વર્ષ 2022ના મે મહિના સુધીમાં દિલ્હી એરપોર્ટ પર

આ એર ટ્રેન દોડી શકે છે. આ સંપૂર્ણ સુવિધા શરૂ કરવામાં 2500 કરોડ રૂપિયા ખર્ચ થઈ શકે છે. અત્યારે શિકાગો, શાંઘાઇ અને ફ્રેન્કફર્ટ ફક્ત 3 દેશોમાં એર ટ્રેન ઉપલબ્ધ છે. અત્યારે દિલ્હી

એરપોર્ટ પર શટલ બસ સર્વિસની જ સુવિધા મળે છે.

દર વર્ષે 10 કરોડ મુસાફરો પ્રવાસ કરશે
વર્ષ 2022ના મધ્યમાં દિલ્હી એરપોર્ટ પર એર ટ્રેન અને ઓટોમેટેડ પેસેન્જર મૂવર્સ શરૂ કરવામાં આવશે. ટર્મિનલ 1નો એરિયા અને ચોથો રનવે તૈયાર થયા પછી IGI એરપોર્ટથી દર વર્ષે 10 કરોડ મુસાફરોને પ્રવાસ કરી શકશે.

દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રાઈવેટ લિમિટેડ (DIAL)નું માનવું છે કે, ફક્ત શટલ બસ સેવા દ્વારા આટલી મોટી સંખ્યામાં મુસાફરોને લાવવું શક્ય નથી.
એક અધિકારીના જણાવ્યા અનુસાર, "અમે આ માટે સિંગાપોરના એક કન્સલ્ટન્ટ સાથે વાતચીત કરી રહ્યા છીએ અને તે પછી નિર્ણય લેવામાં આવશે કે એરપોર્ટ માટે ટ્રામ અથવા એલિવેટેડ ટ્રેન સિવાય પણ અન્ય કોઈ સુવિધા શરૂ કરાશે.

હેરાન નહીં થવું પડે
T-1,T-2 અને T3 ત્રણેય બિઝી ટર્મિનલ છે, તેમાં T-3 સૌથી વધારે વ્યસ્ત ટર્મિનલ છે. દિલ્હી એરપોર્ટ પર દરરોજ એક ટર્મિનલથી બીજા ટર્મિનલ પર સુધી 50 હજારથી વધુ મુસાફરો પ્રવાસ કરે છે. તેમને મુસાફરી માટે ઓટો, ટેક્સી અથવા પર્સનલ વ્હીકલનો ઉપયોગ કરવો પડે છે. પરંતુ એર ટ્રેન શરૂ થયા બાદ તેમની આ સમસ્યાઓનું સમાધાન થઈ જશે.

X
Air train will start at Indira Gandhi National Airport which will save passenger's time
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી