તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લોકડાઉન સમાપ્ત થયા બાદ હવે ઉડાન સેવા શરૂ કરવામાં આવશે તો એરલાઈન્સે કેટલીક વિશેષ સાવધાની રાખવી પડશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તમામ એરલાઈન્સ અને એરપોર્ટ ઓપરેટરોને સ્ટાર્ન્ડ ઓપરેટિંગ પ્રોસીજર (SOP) જાહેર કરી છે. SOPના અનુસાર, કેન્દ્રએ એરલાઈન્સને કહ્યું છે કે, ઉડાન શરૂ થયાના પહેલા તબક્કામાં 80 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિને મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
SOPમાં જણાવ્યા પ્રમાણે, શરૂઆતના તબક્કામાં કેબિનમાં બેગ લઈ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જો કોઈ પેસેન્જર અથવા સ્ટાફમાં કોઈને લક્ષણ દેખાશે અને આરોગ્ય સેતુ એપ પર ગ્રીન સિગ્નલ નહીં દેખાય તો આવી વ્યક્તિને એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
મંત્રીએ પણ જલ્દી ફ્લાઈટ શરૂ કરવાની વાત કરી છે
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ થોડા દિવસ પહેલા દેશમાં જલ્દી ફ્લાઈટ સેવાઓ શરૂ કરવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતુ તે, સુરક્ષા પગલાઓને ધ્યાનમાં રાખીને ફ્લાઇટ સેવા ટૂંક સમયમાં શરૂ કરી શકાય છે.આ માટે ગાઈડલાઈન તૈયાર કરવામાં આવી રહી છે. નિષ્ણાતોની સલાહ લેવામાં આવી રહી છે જેથી ફ્લાઇટ સર્વિસ શરૂ થયા પછી ચેપ વધુ ફેલાઈ ન શકે.
અત્યારે વંદે ભારત મિશન અંતર્ગત વિદેશોમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવામાં આવી રહ્યા છે
વર્તમાન સમય કોરોનાના કારણે વિદેશમાં ફસાયેલા ભારતીયોની પરત લાવવામાં માટે મિશન વંદે ભારત ચલાવવામાં આવી રહ્યું છે. 13મેના રોજ પ્રથમ તબક્કો પૂરો થઈ જશે. બીજો તબક્કો 16મે શરૂ થશે. આ તબક્કો સાત દિવસ એટલે કે 22 મે સુધી ચાલશે. આ સમય દરમિયાન, 31 દેશોમાંથી 149 ફ્લાઇટ્સ આવશે. સૌથી વધારે 13 ફ્લાઈટ અમેરિકાથી આવશે. ન્યૂઝ એજન્સી એએનઆઈના સૂત્રો દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. વંદે ભારત મિશનનો પહેલો તબક્કો 7 મેના રોજ શરૂ થયો હતો.
બીજા તબક્કામાં ક્યા દેશોમાંથી ભારતીયોને લાવવામાં આવશે ?
અમેરિકા, યુએઈ, કેનેડા, સાઉદી અરેબિયા, બ્રિટન, મલેશિયા, ઓમાન, કઝાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, યુક્રેન, કતાર, ઈન્ડોનેશિયા, રશિયા, ફિલિપાઇન્સ, ફ્રાંસ, સિંગાપોર,આયર્લેન્ડ, કિર્ગીસ્તાન, કુવેત, જાપાન, જ્યોર્જિયા, જર્મની, તાજિકિસ્તાન, બહેરિન, આર્મેનિયા, થાઇલેન્ડ, ઇટાલી, નેપાળ, બેલારુસ, નાઇજીરીયા, બાંગ્લાદેશ.
એરપોર્ટ શરૂ થયા બાદ મુસાફરોએ કયા નિયમોનું પાલન કરવાનું રહેશે, તેનો ડ્રાફ્ટ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ તૈયાર કર્યો છે, જેને તમામ એરપોર્ટને મોકલવામાં આવ્યો છે. જાણો હવાઈ મુસાફરી દરમિયાન કયા નિયમોનું પાલન કરવાનું રહેશે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.