ન્યૂ ફ્લાઇટ / 15 ઓગસ્ટથી એર ઈન્ડિયાની દિલ્હી-સાન ફ્રાન્સિસ્કો ફ્લાઇટ નવા રૂટ પર ઉડાન ભરશે, મુસાફરોનો સમય બચશે

Air India's Delhi-San Francisco flight to fly on new routes starting August 15

  • એરલાઇન પ્રવક્તાએ કહ્યું - નવા રૂટ પર ઉડાન મુસાફરીનો સમય 1થી દોઢ કલાક સુધી ઘટશે
  • અનુમાન મુજબ - એક વખતના પ્રવાસમાં ખર્ચવામાં આવેલા ફ્યુઅલમાં 2થી 7 હજાર કિલોગ્રામની બચત થશે
  • બોઇંગ 777માં પહેલી ફ્લાઇટમાં 300 મુસાફરો પ્રવાસ કરશે

Divyabhaskar.com

Aug 13, 2019, 11:55 AM IST

ટ્રાવેલ ડેસ્કઃ એર ઇન્ડિયા 15 ઓગસ્ટથી દિલ્હી-સાન ફ્રાન્સિસ્કો ફ્લાઇટ નવા રૂટ પર શરૂ કરવા જઈ રહી છે. એર ઇન્ડિયાના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે, આ નવા રૂટથી પ્રવાસમાં લાગતો સમય 1થી દોઢ કલાક જેટલો ઘટી જશે. દરેક ફ્લાઇટમાં 2થી 7 હજાર કિગ્રા ફ્યુઅલની બચત થશે.

નવા રૂટ પર 13 કલાક લાગશેઃ એર ઈન્ડિયા
પ્રવક્તાએ જણાવ્યું કે, અગાઉ આ પ્રવાસ પૂર્ણ કરવામાં 14.5 કલાકનો સમય લાગતો હતો. નવા રૂટથી ફક્ત 13 કલાકમાં આ યાત્રા પૂર્ણ કરી શકાશે. એર ઇન્ડિયા દરરોજ દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો સુધીની ફ્લાઇટ્સ ચલાવે છે. અત્યારે ભારત અને ઉત્તર અમેરિકા સુધી જતી ફ્લાઇટ્સ એટલાન્ટિક અને પેસિફિક રૂટ પરથી પસાર થાય છે.

પર્યાવરણને લાભ થશેઃ એરલાઇન
એરલાઇને કહ્યું કે, ભારત અને ઉત્તર અમેરિકા વચ્ચેનો રૂટ હજી સુધી ઉપયોગમાં લેવામાં આવ્યો ન હતો. ઉત્તર ધ્રુવીય ક્ષેત્રના ઉપયોગથી વ્યાપારી હવાઈ કામગીરીમાં પણ ફાયદો થશે. પર્યાવરણમાં ઓછામાં ઓછું કાર્બન ઉત્સર્જન થશે. જેથી, પર્યાવરણને પણ લાભ થશે.

પ્રવાસીઓનો સમય બચશેઃ પ્રવક્તા
તેમણે જણાવ્યું કે, 15 ઓગસ્ટના રોજ પ્રથમ ઉડાન ધ્રુવીય ક્ષેત્ર ઉપર ઉડશે. આને કેપ્ટન રજનીશ શર્મા અને કેપ્ટન દિગ્વિજય સિંહ ઉડાવશે. બોઇંગ 777 પ્રથમ વખત 300 મુસાફરોને લઇ જશે. આ નવી ફ્લાઇટથી એરલાઇનનું ફ્યુઅલ બચવાની સાથે મુસાફરો સમય પણ બચશે.

X
Air India's Delhi-San Francisco flight to fly on new routes starting August 15
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી