• Home
  • Lifestyle
  • Travel
  • Air India's Chandigarh Pune flight route changed, Late Evening flight starts from Chandigarh

ફેરફાર / એર ઈન્ડિયાની ચંદીગઢ-પુણે ફ્લાઇટનો રૂટ બદલાયો, ચંદીગઢથી લેટ ઈવનિંગ ફ્લાઇટ શરૂ થઈ

Air India's Chandigarh-Pune flight route changed, Late Evening flight starts from Chandigarh

Divyabhaskar.com

Aug 31, 2019, 12:48 PM IST

ટ્રાવેલ ડેસ્કઃ અત્યારે એર ઇન્ડિયા એવિએશન ટર્બાઇન ફ્યુઅલના સંકટને કારણે એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ મોડી પડી રહી છે. આ જ કારણ છે કે ફ્લાઇટ્સ આવવામાં વિલંબ થઈ રહ્યો છે. કેટલીક ફ્લાઇટ્સને રિ-રૂટ કરવામાં આવી છે. આનું કારણ એ છે કે એર ઇન્ડિયાને એરક્રાફ્ટમાં ફ્યુઅલ રિફિલ કરવા માટે જે એરપોર્ટ પર તેમને મંજૂરી આપવામાં આવી છે, ત્યાંથી તેઓ ફ્યુઅલ રિફિલિંગ કરાવી રહી છે.

આ દરમિયાન શુક્રવારથી એર ઈન્ડિયાની ચંદીગઢ-પુણે ફ્લાઇટ જે ચંદીગઢથી સીધી ત્યાં જાય છે, વાયા દિલ્હી મોકલવામાં આવશે. જો કે, એર ઈન્ડિયાના સ્ટેશન હેડ અનુસાર, ચંદીગઢથી ફ્લાઇટ ચાલી રહી છે. કેટલીક લેટ ચોક્કસ પડી રહી છે. પરંતુ રદ નથી થઈ.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા તરફથી સ્ટેટમેન્ટ જાહેર કરીને કહેવામાં આવ્યું છે કે, જોવા મળ્યું છે કે એવિએશન ટર્બાઇન ફ્યુઅલના સંકટના કારણે યાત્રીઓને સમસ્યા આવી રહી છે.

લેટ ઈવનિંગ ફ્લાઇટ શરૂ
એર ઈન્ડિયા તરફથી નવી દિલ્હી-ચંદીગઢ-દિલ્હી માટે લેટ ઈવનિંગ ફ્લાઇટ શરૂ કરી દેવામાં આવી છે. 70 સીટર ATR નવી દિલ્હીથી ચંદીગઢમાં સાંજે 7.15 વાગ્યે આવીને અહીંથી 7.50 વાગ્યે નવી દિલ્હી માટે રવાના થઈ રહી છે. સ્ટેશન હેડ MR જિંદલે જણાવ્યું કે, ATRમે સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ATR ફુલ જઈ રહી છે.

X
Air India's Chandigarh-Pune flight route changed, Late Evening flight starts from Chandigarh
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી