• Home
  • Lifestyle
  • Travel
  • Air India will soon launch 'Namaskar service', special care will be taken of passengers

સુવિધા / એર ઈન્ડિયા ટૂંક સમયમાં ‘નમસ્કાર સેવા’ શરૂ કરશે, મુસાફરોની ખાસ કાળજી લેવામાં આવશે

Air India will soon launch 'Namaskar service', special care will be taken of passengers

Divyabhaskar.com

Sep 07, 2019, 01:13 PM IST

ટ્રાવેલ ડેસ્કઃ એર ઇન્ડિયા ટૂંક સમયમાં ‘નમસ્કાર સેવા’ શરૂ કરશે. આ સર્વિસ અંતર્ગત એર ઇન્ડિયાના કર્મચારીઓ એરપોર્ટના એન્ટ્રી ગેટથી લઈને ફ્લાઇટમાં સવાર થનારા મુસાફરોની વિશેષ કાળજી લેશે. દિલ્હી એરપોર્ટ પર એર ઇન્ડિયા આ મહિનાથી પાઇલટ પ્રોજેક્ટ તરીકે આ સેવા શરૂ કરશે. ત્યારબાદ તેને મુંબઇ, ચેન્નાઈ, કોલકાતા, બેંગ્લોર અને હૈદરાબાદના એરપોર્ટ પર શરૂ કરવામાં આવશે. મુસાફરો આ સેવાનો લાભ લેવા ઓનલાઇન રિક્વેસ્ટ સબમિટ કરી શકે છે. આ સેવા માટે થોડી ફી પણ લેવામાં આવશે.

બિઝનેસ અને ઈકોનોમી ક્લાસને પણ આ સુવિધા મળશે
આ સેવા પહેલેથી ફર્સ્ટ ક્લાસના પેસેન્જર્સ માટે ઉપલબ્ધ છે. હવે આ સર્વિસ બિઝનેસ અને ઈકોનોમી ક્લાસના પેસેન્જર્સ માટે પણ ઉપલબ્ધ થશે.

એક અધિકારીએ વાત કરતા જણાવ્યું કે, ઘણીવાર ફીડબેક આવે છે કે બિઝનેસ અને ઈકોનોમી ક્લાસના પેસેન્જર્સને એરપોર્ટ પર કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. આવી ફરિયાદોને દૂર કરવા આ સેવા શરૂ કરવામાં આવી રહી છે.

અધિકારીએ જણાવ્યું કે, આ સર્વિસમાં ઈન્ટરનેશનલ પેસેન્જર્સ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, ખાસ કરીને એ મુસાફરો પર જેઓ ટ્રાન્ઝિટ પર પ્રવાસ કરી રહ્યા હશે, કારણ કે તેમને એક ટર્મિનલથી બીજા ટર્મિનલ પર જવાનું હશે.

આવી હશે સર્વિસ
આ સર્વિસ માટે એરલાઇન ખાસ ત્રણ લોકોની એક ટીમ બનાવશે. આ ટીમ તે પેસેન્જર્સની મદદ કરશે, જે namaskarsewa.in લિંક પર જઇને આ સર્વિસ માટે રજિસ્ટર કરશે.

રજિસ્ટર કરનાર પેસેન્જર્સને એરપોર્ટ એન્ટ્રી પર રિસીવ કરવામાં આવશે અને તેઓ જ્યાં સુધી પ્લેનમાં ન બેસે ત્યાં સુધી તેમની દરેક આવશ્યકતા અને જરૂરિયાતોનું ધ્યાન એરલાઇનના કર્મચારીઓ સંભાળશે.

X
Air India will soon launch 'Namaskar service', special care will be taken of passengers
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી