ન્યૂ ફ્લાઇટ / એર ઈન્ડિયા લખનઉ-જેદ્દાહની નવી ફ્લાઇટ શરૂ કરશે, હવે લોકોએ દિલ્હી નહીં જવું પડે

Air India to launch new Lucknow-Jeddah flight, people no longer have to go to Delhi

Divyabhaskar.com

Jul 30, 2019, 05:20 PM IST

ટ્રાવેલ ડેસ્કઃ સાઉદી અરબમાં જેદ્દાહ જવા માટે એર ઈન્ડિયા ટૂંક સમયમાં જ લખનઉથી ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવાની છે. એર ઇન્ડિયાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, આ ફ્લાઇટ ઓક્ટોબરથી શરૂ થશે. લખનઉ-જેદ્દાહની ડાયરેક્ટ ફ્લાઇટ બપોરે બેથી અઢી વાગ્યાની વચ્ચે લખનઉથી ઉડાન ભરશે અને 5.50 કલાકની ઉડાન પછી જેદ્દાહ પહોંચશે. આ ફ્લાઇટની શરૂઆત થવાથી ઉત્તર પ્રદેશથી જેદ્દાહ જતા લોકોએ દિલ્હી નહીં જવું પડે.

એર ઈન્ડિયાએ નિવેદન જાહેર કરી જણાવ્યું કે, ‘એર ઇન્ડિયા આ વર્ષની શિયાળાની ઋતુથી લખનઉથી જેદ્દાહ વચ્ચેની ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરશે. હાલમાં આ ફ્લાઇટનું સંચાલન દિલ્હી દ્વારા કરવામાં આવે છે.’ નવી સેવાનું સંચાલન 256 સીટરના ડ્રીમલાઇનર વિમાનથી કરવામાં આવે છે. નિવેદન મુજબ, 18 સીટ્સ બિઝનેસ ક્લાસમાં છે અને બાકીની 238 સીટ્સ ઈકોનોમી ક્લાસની છે.

સપ્ટેમ્બરથી ટોરોન્ટોની ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થશે
એર ઇન્ડિયા 27 સપ્ટેમ્બરથી વર્લ્ડ ટૂરિઝમ ડે નિમિત્તે દિલ્હીથી ટોરોન્ટોની સીધી ફ્લાઇટ શરૂ કરશે. એરલાઇનનો હેતુ કેન્યાના નૈરોબી સુધી પણ ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવાનો છે. આ ફ્લાઇટ ઓક્ટોબરમાં શરૂ થઈ શકે છે.

X
Air India to launch new Lucknow-Jeddah flight, people no longer have to go to Delhi
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી