હવાઈ મુસાફરી / એર ઈન્ડિયાએ અમૃતસરથી લંડન વચ્ચે ફ્લાઈટ શરૂ કરી

Air India launches flights from Amritsar to London

  • આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અમૃતસરથી લંડનના સ્ટેનસ્ટેડ એરપોર્ટ સુધીની નવી ફ્લાઈટ શરૂ
  • ફ્લાઈટ શરૂ થવાની સાથે બંને દેશોની વચ્ચે પર્યટન, વેપાર, આર્થિક વિકાસને પ્રોત્સાહન મળશે
  • દિલ્હીથી દોહા માટે નોન સ્ટોપ ફ્લાઈટ પણ શરૂ કરી

Divyabhaskar.com

Nov 06, 2019, 12:59 PM IST

ટ્રાવેલ ડેસ્ક. એર ઈન્ડિયાએ ગુરુ નાનકદેવના 550મા પ્રકાશ પર્વ સમારોહ પર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અમૃતસરથી લંડનના સ્ટેનસ્ટેડ એરપોર્ટ સુધીની નવી ફ્લાઈટ શરૂ કરી છે. આ ફ્લાઈટ સોમવાર, મંગળવાર, ગુરુવારે લંડન માટે રવાના થશે. અત્યારે એર ઈન્ડિયાની અમૃતસર અને દિલ્હીથી બર્મિંગહામ સુધીની સીધી ફ્લાઈટ છે. નવી સીધી ફ્લાઈટ શરૂ થવાની સાથે બંને દેશોની વચ્ચે પર્યટન, વેપાર, આર્થિક વિકાસને પ્રોત્સાહન મળશે અને સાથે મુસાફરી માટે સમય અને કિંમતની બચત પણ થશે.

દિલ્હીથી દોહા માટે નોન સ્ટોપ ફ્લાઈટ પણ શરૂ કરી
એર ઈન્ડિયાએ 29 ઓક્ટોબરથી દિલ્હીથી દોહા માટે નોન સ્ટોપ ફ્લાઈટ શરૂ કરી છે. એર ઈન્ડિયા તરફથી આ ફ્લાઈટ સપ્તાહમાં ચાર દિવસ સુધી ઉડાન ભરશે. અગાઉ એર ઈન્ડિયાએ 19 સપ્ટેમ્બરથી દિલ્હીથી દક્ષિણ કોરિયા સ્થિત સોલ માટે પણ સીધી ફ્લાઈટ શરૂ કરી છે.

X
Air India launches flights from Amritsar to London
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી