ન્યૂ ફ્લાઇટ / એર ઈન્ડિયા સિયોલ માટે નવી ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવા જઈ રહી છે

Air India is launching a new direct flight to Seoul

Divyabhaskar.com

Sep 09, 2019, 03:36 PM IST

ટ્રાવેલ ડેસ્કઃ એર ઈન્ડિયા 19 સપ્ટેમ્બરથી દિલ્હીથી દક્ષિણ કોરિયા સ્થિત સિયોલ માટે ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવા જઈ રહી છે. એર ઇન્ડિયા તરફથી આ રૂટ પર બોઇંગ 787-8 દ્વારા યાત્રીઓને સેવા આપવામાં આવશે. આના માટે બુકિંગ શરૂ થઈ રહ્યું છે. દિલ્હીથી દક્ષિણ કોરિયા વચ્ચે ઘણા મુસાફરો ધંધાના કામથી પ્રવાસ કરે છે.

ટોરન્ટો માટે 27 નવેમ્બરથી ફ્લાઇટ શરૂ થશે
એર ઇન્ડિયા દિલ્હીથી ટોરન્ટો વચ્ચે 27 સપ્ટેમ્બરથી ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થઈ રહી છે. આ ફ્લાઇટ અઠવાડિયામાં ત્રણ દિવસ ચાલશે.

27 સપ્ટેમ્બર સુધી આ ફ્લાઇટની ટિકિટ બુક કરાવવા પર ઇકોનોમી ક્લાસના બેઝ ફેરમાં 5% અને બિઝનેસ ક્લાસના બેઝ ફેરમાં 10% સુધીની છૂટ આપવામાં આવી રહી છે.

આ ઓફરનો ફાયદો ઉઠાવો
જો તમે એર ઇન્ડિયાની વેબસાઇટ અથવા મોબાઈલ એપ પરથી ટિકિટ બુક કરાવો તો જ તમને આ ઓફરનો લાભ મળશે. સિંગલ ટિકિટ બુકિંગ અથવા રાઉન્ડ ટ્રિપ ટિકિટ બુક કરવા પર બંને કેસમાં આ ઓફરનો લાભ ઉઠાવી શકાશે.

X
Air India is launching a new direct flight to Seoul
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી