નવી સુવિધા:15 માર્ચથી 24 ઓગસ્ટ સુધી કેન્સલ થયેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં પેસેન્જર પોતાની ટિકિટ અન્ય વ્યક્તિને આપી શકશે

નવી દિલ્હી3 વર્ષ પહેલા

એર ઈન્ડિયા કોવિડ-19ને લીધે 15 માર્ચથી 24 ઓગસ્ટ દરમિયાન કેન્સલ કરેલી ફ્લાઈટની ટિકિટ પર પેસેન્જરને નવી સુવિધા આપશે. એર ઈન્ડિયાએ સર્ક્યુલરમાં કહ્યું છે કે, યાત્રી ઈચ્છે તો કેન્સલ કરેલી ટિકિટ પર નવા પેસેન્જરનું નામ લખી શકે છે. ટિકિટ બુક કરાવનાર પેસેન્જરને બદલે અન્ય કોઈ વ્યક્તિ તેની જ ટિકિટ પર સફર કરી શકે છે. આ સુવિધા 15 માર્ચથી 24 ઓગસ્ટ દરમિયાન થયેલી કેન્સલ ફ્લાઈટ માટે જ છે. આની પહેલાં એરલાઈને કંપની તરફથી કોઈ પણ વધારાના ચાર્જ વગર ફ્લાઈટની તારીખ રિશેડ્યુલિંગ કરવાની પરવાનગી આપી હતી.

કંપનીના સર્ક્યુલર પ્રમાણે, લોકડાઉન દરમિયાન બુક કરેલી ટિકિટને પેસેન્જર રિ-ઈશ્યુ કરાવી શકે છે અને જો તેમને પ્રવાસ ન કરવો હોય તેમની બદલે અન્ય વ્યક્તિનું નામ આપી શકે છે.

કંપનીની સ્કીમની શરતો: 

  • આ સુવિધાનો લાભ એર ઇન્ડિયાની સિટી બુકિંગ ઓફિસથી ટિકિટ બુક કરાવનારા પેસેન્જરને જ મળશે.
  • હાલ આ નામ ચેન્જ પોલિસી માત્ર 6 મેટ્રો સિટી મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, બેંગલુરુ, કોલકાતા અને ચેન્નાઈ માટે ઉપલબ્ધ છે.
  • સ્કીમ માટે કેશ કે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરેલી ટિકિટ માન્ય ગણાશે.
  • દેશમાં એર ઈન્ડિયા પ્રથમ ફ્લાઈટ છે, જેણે આવી સુવિધા આપી છે.નામની સાથે પેસેન્જર પોતાનો રૂટ પણ બદલી શકે છે.

દેશમાં 23 માર્ચથી લોકડાઉન શરુ થયું હતું અને તે પછી ફ્લાઈટની અવર-જવર બંધ થઇ ગઈ. એર ઈન્ડિયાની કેન્સલ કરેલી ફ્લાઈટની ટિકિટોની કિંમત આશરે 500 કરોડ રૂપિયા છે, તેમાં 70-80 ટકા યાત્રીઓને રિફંડનો ઓપ્શન પણ આપ્યો છે. 

અન્ય સમાચારો પણ છે...