Divyabhaskar.com
Jul 29, 2019, 12:15 PM ISTટ્રાવેલ ડેસ્ક. લોકોસ્ટ એરલાઈન્સ ગોએર દ્વારા 1 ઓગસ્ટથી અમદાવાદથી નાગપુર માટે ડેઈલી બે નવી ફ્લાઈટ શરૂ કરશે. ગોએરના અધિકારીએ જણાવ્યું કે, આ ફ્લાઈટ અમદાવાદથી સવારે 10.20 વાગે ઉપડી 11.55 વાગે નાગપુર પહોંચશે. સાંજે 6.50 વાગે અમદાવાદથી ઉપડી રાતે 8.15 વાગે નાગપુર પહોંચશે.
જ્યારે નાગપુરથી આ ફ્લાઈટ સવારે 8.20 વાગે ઉપડી 9.50 વાગે અમદાવાદ પહોંચશે અને સાંજે 4.45 વાગે નાગપુરથી ઉપડી 6.20 વાગે અમદાવાદ પહોંચશે. ફ્લાઈટનું ભાડું 2605 રૂપિયાથી શરૂ થશે.
10 ફ્લાઈટ 1થી 4.41 કલાક સુધી મોડી પડી
મુંબઈમાં વરસાદ બાદ અનેક ફ્લાઈટોના શિડ્યુલ ખોરવાઈ ગયા હતા. રવિવારે પણ અનેક એરલાઈન્સની ફ્લાઈટો મોડી પડી હતી. જેમાં અમદાવાદ આવતી જતી 10 ફ્લાઈટો 1 કલાકથી 4.41 કલાક મોડી પડી હતી. જેમાં સ્પાઈસ જેટની સૌથી વધુ 6 ફ્લાઈટ મોડી પડતા પેસેન્જરોને હાલાકી ભોગવવી પડી હતી. શનિવારે પણ 3 ઈન્ટરનેશનલ સહિત 8 ફ્લાઈટ અમદાવાદ ડાઈવર્ટ કરાઈ હતી.