તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

જેટ પ્લેનની ડિઝાઇનવાળી વૈભવી સુપરયાટની ઝલક, પ્રાઇવેટ હેલિકોપ્ટરને સ્ટોર કરવા માટે પણ ખાસ જગ્યા

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોડકાસા જેટ 2020 (તસવીરઃ કોડકાસા)
  • લક્ઝરી યાટ કંપની કોડકાસાએ તેની એવી ડિઝાઈન તૈયાર કરી છે જે એક જેટ પ્લાન જેવી દેખાય છે
  • 68 ક્રૂ મેમ્બર્સ અને સ્વિચ કેબીન બુસ્ટ, ફાઇન ડાઇનિંગ રેસ્ટોરાં અને બોર્ડ વિલનેસ સેન્ટર અને ફ્રન્ટ ગ્લાસ સાથેનો એક મોટો પુલ હશે
  • કંપની આ યાટનું નિર્માણ 2020ના શરૂઆતના 6 મહિનામાં કરશે

ટ્રાવેલ ડેસ્ક. દરરોજ નજરે ચડે તેવું આ મલ્ટી-મિલિયન પાઉન્ડ સુપરયાટ નથી. એક કંપનીએ તેની ડિઝાઈન એવી રીતે તૈયાર કરી છે જે અલગ જ દેખાય છે. લક્ઝરી યાટ કંપની કોડકાસાએ તેની એવી ડિઝાઈન તૈયાર કરી છે જે એક જેટ પ્લાન જેવી દેખાય છે.

યાટની ડિઝાઈન એક જેટ પ્લાન જેવી દેખાય છે (તસવીરઃ કોડકાસા)
યાટની ડિઝાઈન એક જેટ પ્લાન જેવી દેખાય છે (તસવીરઃ કોડકાસા)

ડિઝાઈનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે તેની ઘણી તસવીરો સામે આવી છે. આ પહેલા આ તસવીરો સામે આવી નથી. કંપની આ યાટનું નિર્માણ 2020ના શરૂઆતના 6 મહિનામાં કરશે.

હેલિપેડ પણ છે જ્યાં હેલિકોપ્ટર લેન્ડ થઇ શકે છે (તસવીરઃકોડકાસા)
હેલિપેડ પણ છે જ્યાં હેલિકોપ્ટર લેન્ડ થઇ શકે છે (તસવીરઃકોડકાસા)

યાટમાં પેસેન્જરને વૈભવી સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે જેમાં સ્વિમિંગ પુલ, જિમ તેમજ બીચ ક્લબ પણ હશે. ક્લબમાં કાચની મોટી બારીઓ હશે જેની ઉંચાઈ ત્રણ મીટર રહેશે. આ રીતે પેસેન્જર સમુદ્રના દૃશ્યો આસાનીથી જોઈ શકશે. આ યાટનો લુક પ્લેન જેવો દેખાય છે, જો કે, તેને તમે હવામાં ન ઉડાવી શકો પરંતુ તેમાં એક હેલિપેડ પણ છે જ્યાં હેલિકોપ્ટર લેન્ડ થઇ શકે છે.

સ્વિમિંગ પુલ, જિમ તેમજ બીચ ક્લબ પણ હશે (તસવીરઃ કોડકાસા)
સ્વિમિંગ પુલ, જિમ તેમજ બીચ ક્લબ પણ હશે (તસવીરઃ કોડકાસા)

આ મહિનામાં જ આ સુપરયાટે બધાનું ધ્યાન ખેંચ્યું છે એવું નથી. ગત વર્ષે સિનિક બ્રાન્ડે નવું સેનિક એકિલિપ્સ રજૂ કર્યું હતું, જે એક સબમરિન હતી. તેમાં સ્ટોરેજની સુવિધા પણ અદભુત છે જેમાં પ્રાઇવેટ હેલિકોપ્ટરને ફોલ્ડ કરીને પણ રાખી શકાય છે. એમરાલ્ડે કરેલી જાહેરાત પ્રમાણે જે યાટ લોન્ચ થવાની છે તેનું નામ એમરાલ્ડ એઝ્યુરા છે. આ લક્ઝરી યાટને 2021માં સમુદ્રમાં તરતી દેખાશે.


આ ગ્લેમરસ શિપ 100 જેટલા મહેમાનોને સમાવવા માટે સક્ષમ છે. તેમાં 68 ક્રૂ મેમ્બર્સ અને સ્વિચ કેબીન બુસ્ટ, ફાઇન ડાઇનિંગ રેસ્ટોરાં અને બોર્ડ વિલનેસ સેન્ટર અને ફ્રન્ટ ગ્લાસ સાથેનો એક મોટો પુલ હશે જેથી સ્વિમિંગ પૂલમાં તમે સમુદ્રનો નજારો જોઈ શકો.

વધુ માહિતી માટે તમારે કોડાકાસાની વેબસાઈટની મુલાકાત લો

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો