આદેશ / શતાબ્દી ટ્રેનમાં મુસાફરોને અડધા લિટર પાણીની બોટલ આપવામાં આવશે

A half-liter water bottle will be provided to passengers on the Shatabdi Express

  • પાણીનો દુરુપયોગ રોકવા માટે રેલવે શતાબ્દી ટ્રેનમાં એક લિટરની જગ્યાએ અડધા લિટર પાણીની બોટલ આપશે
  • શતાબ્દી ટ્રેનમાં પાંચ કલાકથી વધારે મુસાફરી કરનારા લોકોને પણ એક લિટર ‘રેલ નીર’ની બોટલ આપવામાં આવશે નહીં
  •  શતાબ્દી ટ્રેન મહત્તમ અંતર કાપવા માટે માત્ર સાડા આઠ કલાકનો સમય લે છે

Divyabhaskar.com

Nov 07, 2019, 03:39 PM IST

ટ્રાવેલ ડેસ્ક. પાણીનો દુરુપયોગ રોકવા માટે રેલવે શતાબ્દી ટ્રેનમાં એક લિટરની જગ્યાએ અડધા લિટર પાણીની બોટલ આપશે. જો વધુ પાણી જોઈતું હશે તો તેના માટે રૂપિયા ચૂકવવા પડશે. રેલવે બોર્ડ તરફથી જારી કરવામાં આવેલ આદેશ પ્રમાણે, શતાબ્દી ટ્રેનમાં પાંચ કલાકથી વધારે મુસાફરી કરનારા લોકોને પણ એક લિટર ‘રેલ નીર’ની બોટલ આપવામાં આવશે નહીં. શતાબ્દી ટ્રેન મહત્તમ અંતર કાપવા માટે માત્ર સાડા આઠ કલાકનો સમય લે છે.

રેલવે મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા અનુસાર, હાલમાં શતાબ્દીથી જે યાત્રી પાંચ કલાકની મુસાફરી કરે છે તેમને અડધા લિટર રેલ નીર આપવામાં આવે છે. તો બીજી તરફ પાંચ કલાકથી વધારે મુસાફરી કરનારા યાત્રીઓને રેલ નીરની એક લિટર બોટલ આપવામાં આવે છે. પરંતુ હવે તમામ યાત્રીઓને અડધો લિટર રેલ નીરની બોટલ આપવામાં આવશે કેમ કે મોટી બોટલ આપવાથી પાણીનો બગાડ થાય છે.

રેલવેની તરફથી જાહેર કરવામાં આવેલ આદેશમાં જણાવ્યા પ્રમાણે, યાત્રીને જો વધારે પાણી જોઈ તો હોય તો તેના માટે તેમને પૈસા આપવા પડશે. અધિકારીના જણાવ્યા પ્રમાણે, આદેશ આગામી ત્રણ મહિનામાં લાગુ થશે.

X
A half-liter water bottle will be provided to passengers on the Shatabdi Express
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી