સુવિધા / હવે ફ્લાઇટમાંથી શોપિંગ કરી શકાશે, એરપોર્ટ પર મળશે ડિલિવરી

divyabhaskar.com | Updated - Mar 11, 2019, 07:19 PM
you can shop from the flight, get delivery at the airport

  • સસ્તી હવાઇ સફર બાદ હવે આ નવી પોલિસી ટૂંક સમયમાં અમલી બનશે
  • પ્રાથમિક તબક્કે રાજ્યનાં મોટાં એરપોર્ટને નક્કી કરાયાં

ટ્રાવેલ ડેસ્ક. એરપોર્ટ ઓથોરિટી દ્વારા હવાઇ મુસાફરો માટે અનેક સુવિધા ઊભી કરવામાં આવી રહી છે. સસ્તી હવાઇ સફર બાદ હવે નવી પોલિસી ટૂંક સમયમાં અમલી બનશે. જે મુજબ એરપોર્ટ ઓથોરિટી એરપોર્ટ ખાતે સ્ટોર ખોલશે. ફ્લાઇટમાં મુસાફરી કરનાર મુસાફર દ્વારા ફ્લાઇટમાંથી ઓર્ડર આપનાર મુસાફરને એરપોર્ટ ઉપર ઉતરતાં ડિલિવરી મળશે.

ફ્લાઇટમાં મુસાફરી દરમિયાન એરલાઇન્સ દ્વારા પોતાની પ્રોડક્ટ વેચવામાં આવે છે. પ્રાથમિક તબક્કે રાજ્યનાં મોટાં એરપોર્ટને નક્કી કરાયાં હોવાનું એરપોર્ટ ઓથોરિટી દ્વારા જાણવા મળ્યું છે. વડોદરા એરપોર્ટના ડાયરેક્ટર ચરણસિંહ મુજબ નવી પોલિસી આવી છે. વિદેશમાં આવી રીતે ઓનલાઇન શોપિંગ થાય છે. વડોદરામાં સ્ટોર ખૂલશે પરંતુ કઇ રીતે વસ્તુ અને કઇ પ્રોડક્ટ વેચાશે તે હજુ સત્તાવાર આવ્યું નથી. ક્યારથી શરૂ થશે તેનો ચોક્કસ સમય નક્કી થયો નથી.

X
you can shop from the flight, get delivery at the airport
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App