અમદાવાદ મેટ્રો / મેટ્રોમાં આજથી મુસાફરી માટે 10 રૂપિયા ભાડું ચૂકવવું પડશે, 75 હજાર શહેરીજનોએ મફત મુસાફરી કરી 

To travel in Ahmedabad metro, pay rent of Rs 10 from today

  • હાલ પૂરતી સવારે 11થી સાંજના 5 સુધી મેટ્રો દોડશે 
  • ફ્રી મુસાફરીના છેલ્લા દિવસે મેયર સહિત કોર્પોરેટરોએ મેટ્રોમાં મુસાફરી કરી

Divyabhaskar.com

Mar 15, 2019, 12:26 PM IST

ટ્રાવેલ ડેસ્ક. વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધી 6.5 કિલોમીટરના રૂટ પર શહેરીજનો માટે 6 માર્ચે શરૂ કરાયેલી મેટ્રો ટ્રેનમાં 14 માર્ચ સુધી ફ્રી મુસાફરીનો લાભ આપવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન 9 દિવસમાં 75917 લોકોએ મેટ્રોમાં ફ્રી મુસાફરીનો લાભ લીધો છે.

હવે આજે (15 માર્ચ)થી સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી દોડનાર મેટ્રોમાં મુસાફરી કરવા માટે લોકોને 10 રૂપિયા ભાડું ચૂકવવું પડશે. ફ્રી મુસાફરીના છેલ્લા દિવસે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત અન્ય કોર્પોરેટરોએ મેટ્રોમાં મુસાફરી કરી હતી.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર આઈ. પી. ગૌતમે જણાવ્યું કે, બીજી ટ્રેન પણ ટ્રેક પર દોડવા તૈયાર છે અને બે-ત્રણ દિવસમાં તેનું ટ્રાયલ શરૂ કરી દેવાશે અને ટ્રાયલ સફળ રહ્યા બાદ માર્ચના અંત સુધીમાં બીજી ટ્રેન લોકો માટે ખુલ્લી મુકી દેવામાં આવશે.

X
To travel in Ahmedabad metro, pay rent of Rs 10 from today

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી