પ્રોજેક્ટ / રાજ્યનો સૌથી મોટો સ્કલ્પચર પાર્ક વડોદરામાં બનશે, 5 એકરમાં 40 શિલ્પો મૂકાશે

divyabhaskar.com | Updated - Mar 12, 2019, 11:18 AM
The state's largest sculpture park will be built in Vadodara
X
The state's largest sculpture park will be built in Vadodara

  • જુલાઇ-ઓગસ્ટમાં તૈયાર થઇ જશે આ પાર્ક 
  • પાર્કની જમીનમાં કુદરતી રીતે જ તૈયાર થયેલા બે તળાવોને યથાવત્ રાખવામાં આવ્યાં

ટ્રાવેલ ડેસ્ક. વડોદરા શહેરના હરણી તળાવ કિનારે રાજ્યનો સૌથી મોટો શિલ્પ પાર્ક 5 એકરમાં તૈયાર થઇ રહ્યો છે. તેમાં 40 શિલ્પો મુકાઇ રહ્યાં છે. આ તમામ શિલ્પો ફાઇન આર્ટસના વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો અને આર્ટિસ્ટસોએ તૈયાર કર્યા છે. જુલાઇ-ઓગસ્ટમાં આ પાર્ક તૈયાર થઇ જશે. પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગના ડાયરેક્ટર વી.આર.ચિખલિયાએ જણાવ્યું કે, ' શિલ્પો ઇન્સ્ટોલ થઇ રહ્યાં છે અને હાલમાં પાર્કની માત્ર 30 ટકા કામગીરી જ બાકી રહી છે. પાર્કની જમીનમાં કુદરતી રીતે જ તૈયાર થયેલા બે તળાવોને યથાવત્ રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત ગજેબો મૂકાયા છે.'

પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે આ શિલ્પો

સમબડી વોચિંગ
1.તમારા પર સતત કોઇની નજર છે એવું આ શિલ્પ બતાવે છે. સીસીટીવી કેમેરાની થીમ રાખી છે. આ શિલ્પ 15 ફૂટ ઊંચું છે અને વજન 100 કિલોગ્રામ જેટલું છે.'
-રાજેશ પરમાર
ટુ ડિયર્સ
2.આ શિલ્પને સ્કલ્પચર પાર્કને ધ્યાનમાં રાખીને જ તૈયાર કર્યું હતું. હરણ એ પાર્કની અનિવાર્યતા હોય છે. આ શિલ્પને પાઇપ્સથી તૈયાર કરાયું છે. તેની ઊંચાઇ 9 ફૂટ અને દરેકનું વજન 225 કિલો છે.
રોહિત પટેલ, આર્ટિસ્ટ  
ગ્લેમર
3.આ શિલ્પમાં ગ્લેમરનો પાવર બતાવ્યો છે. એક ધનિક અને ફેશનેબલ યુવતીની બેસવાની બિન્દાસ્ત અદાને દર્શાવી છે. શિલ્પને 2000 સિક્કામાંથી તૈયાર કરાયું છે. લંબાઇ 10 ફૂટ, ઊંચાઇ 6 ફૂટ છે. વજન 50 કિલો છે.'
અજય પરમાર, આર્ટિસ્ટ 
ટેન્ક
4.બુલડોઝરને આર્ટિસ્ટિક ટચ આપીને ટેન્કનો લૂક આપવાનો પ્રયાસ કર્યો છે. આ માટે તેની મશીનરીથી માંડીને અનેક સુધારા કરવા પડ્યાં છે. આ શિલ્પની લંબાઇ 8 ફૂટ અને વજન 5000 કિલોની આસપાસ છે. 
પ્રો.ગણેશ ગોહેન, આર્ટિસ્ટ 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App