અસુવિધા / 8 કલાકની મુસાફરી ઉધના-પાલધી મેમુમાં શૌચાલય જ નહીં

The 8-hour journey does not have toilets in Udhna-Paldhi Memu
X
The 8-hour journey does not have toilets in Udhna-Paldhi Memu

  • કુલ 30 સ્ટેશન પાસે થોભતી ટ્રેનમાં હજારો માટે ટોઇલેટની સુવિધા જ નહીં 
  • ઘર ઘર શૌચાલયની ગુલબાંગો વચ્ચે ટ્રેનમાં જ સુવિધા આપવાનું જ ભુલાયું

divyabhaskar.com

Feb 27, 2019, 10:34 AM IST
ટ્રાવેલ ડેસ્ક. ગત 16 ફેબ્રુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉધના -પાલધી મેમુ ટ્રેનને વીડિયો લિંક દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી. જોકે, આ ટ્રેનમાં ટોઇલેટ જ ન હોવાથી મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. ટ્રેનને ઉધનાથી પાલધી પહોંચતા 8 કલાકનો સમય લાગે છે. 8 કલાક સુધી મુસાફરોએ લઘુશંકા અને કુદરતી હાજત જેવી મૂળભૂત જરૂરિયાતોને દબાવી રાખવી પડે છે અથવા ટ્રેન જે-તે સ્ટેશને થોભે ત્યાંના ટોઇલેટનો ઉપયોગ મુસાફરે ગણતરીની સેકંડોમાં જ કરી લેવો પડે છે.

દક્ષિણ ગુજરાતથી પસાર થતી કેટલીક અન્ય મેમુમાં પણ નથી શૌચાલય

30 સ્ટેશને થોભતી ઉધના-પાલધી ટ્રેનનો ઉપયોગ હજારો મુસાફરો કરી રહ્યા છે. રેલવે દ્વારા ટોઇલેટવાળી રેક દોડાવવામાં આવે એવી માંગ મુસાફરોમાં ઊઠી છે. ઉધના રેલવે સ્ટેશને રેલવે રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં વડા પ્રધાન દ્વારા જ્યારે ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી ત્યારે ટોઇલેટવાળા રેકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે, ત્યાર બાદના દિવસોથી મુસાફરોએ ટોઇલેટથી વંચિત રહેવું પડી રહ્યું છે. દક્ષિણ ગુજરાતથી પસાર થતી કેટલીક અન્ય મેમુમાં ટોઇલેટ ન હોવાથી મુસાફરો સમસ્યાનો સામનો કરી રહ્યા છે. 
2. ટોયલેટવાળા રેક મૂકવા રજૂઆત કરાઈ
8 કલાકની લાંબી મુસાફરી માટે વાપરવામાં આવતી ઉધના-પાલધી મેમુ ટ્રેનમાં ટોઇલેટ જ ન હોવાની માહિતી મળતાં ઝેડઆરયુસીસીના સભ્ય રાકેશ શાહ દ્વારા ડીઆરએમને રજૂઆત કરવામાં આવી છે અને તાકીદે ટોઇલેટની સુવિધા ઊભી કરી મુસાફરોને સમસ્યામાંથી છૂટકારો આપવા માંગ કરાઈ છે. આ બાબતે હકારાત્મક પ્રતિસાદ મળ્યાનું જણાવ્યું હતું. ઉધના-પાલધી મેમુનો ઉપયોગ કરતાં અનંત પાટીલે જણાવ્યું હતું કે, ટોઇલેટ ન હોવાથી મુસાફરો ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ ટ્રેનનો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપયોગ કરે છે. 
3. ટૂંક જ સમયમાં મુસાફરોની સમસ્યા દૂર કરાશે
મુંબઇ ડિવિઝનના ડીઆરએમ સુનિલ કુમારે જણાવ્યું હતું કે, ઉધના-પાલધી ટ્રેનમાં મુસાફરો માટે ટોઇલેટ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. સંલગ્ન વિભાગને આ બાબતે જાણ કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં જ સમસ્યાનું સમાધાન થઈ જશે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી