નિર્ણય / એસટીની વોલ્વોમાં ગુજરાત બહાર મુસાફરી કરવા માટે 25 ટકા ડિસ્કાઉન્ટ

Divyabhaskar.com

Mar 16, 2019, 11:32 AM IST
ST Volvo will get 25 percent discount for traveling out of Gujarat
X
ST Volvo will get 25 percent discount for traveling out of Gujarat

 • આંતરરાજ્ય પ્રીમિયમ બસ સેવાને ગણ્યાગાંઠ્યા પેસેન્જર મળતાં લેવાયેલો નિર્ણય 
 • અમદાવાદથી સાપુતારાનું ભાડું રૂ. 755, મહારાષ્ટ્રના વાની જવું હોય તો ભાડું રૂ. 647 

ઓમકારસિંહ ઠાકુર.એસટી નિગમે શરૂ કરેલી અમદાવાદથી વારાણસી, ગોવા, શિરડી, જોગેશ્વરી સહિતની વોલ્વો બસને ઓછા પેસેન્જર મળતા આખરે 25 ટકા ડિસ્કાઉન્ટ શરૂ કરવામાં આવ્યું છે. જોકે આશ્ચર્યની વાત એ છે કે, ગુજરાત બહારના સ્થળ માટે જ આ ડિસ્કાઉન્ટ અપાયા છે. અમદાવાદથી સાપુતારાનું ભાડું રૂ. 755 થાય છે, પરંતુ મહારાષ્ટ્રના વાનીનું ભાડું ડિસ્કાઉન્ટ સાથે 647 થાય છે.

નિગમે 25 ટકા ડિસ્કાઉન્ટનો નિર્ણય કર્યો

1.એસટી નિગમ દ્વારા ફેબ્રુઆરીમાં શરૂ કરાયેલી આંતરરાજ્ય પ્રીમિયમ બસોને પ્રવાસીઓ ન મળતા ફક્ત ગુજરાત બહાર જતા પ્રવાસીઓને જ ભાડામાં 25 ટકા છૂટ આપવામાં આવી રહી છે. જ્યારે એજ બસમાં કે અન્ય કોઈ પ્રીમિયમ બસમાં મુસાફર ગુજરાતમાં ગમે ત્યાં પ્રવાસ કરે તો પણ તેને ભાડામાં કોઈ જ છૂટ મળશે નહીં. એજરીતે રાજ્યમાં અમદાવાદથી વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર અને ભૂજ જતી અન્ય પ્રીમિયમ બસના પ્રવાસીઓને પણ ભાડામાં આવો કોઈ ફાયદો આપવામાં આવ્યો નથી.
2.નિગમે અમદાવાદ-વારાણસી રૂટ પર વોલ્વો શરૂ કરી હતી. જોકે ખૂબ જ ઓછા પેસેન્જર મળતાં રૂટ ટૂંકાવીને કાનપુર સુધી કરાયો છે.
3.આંતરરાજ્ય રૂટ પર દોડતી તમામ બસો ખાનગી બસ સંચલકોની : અમદાવાદથી ઉપડતી કાનપુર, ગોવા, શિરડી સહિત અન્ય રૂટ પર જતી તમામ પ્રીમિયમ વોલ્વો બસો નિગમે ભાડે લીધેલી છે. જેના માટે નિગમ દ્વારા બસ સંચાલકોને કિલોમીટર દીઠ ભાડું ચૂકવવામાં આવે છે.
4.દરમિયાન એસટી નિગમે કોઈ જાહેરનામું બહાર પાડ્યા વગર જ 25 ટકા ડિસ્કાઉન્ટનો નિર્ણય કર્યો છે. અધિકારીઓને ફોન કે સોશિયલ મીડિયાથી જ જાણ કરવામાં આવી હતી. આચારસંહિતા અમલમાં આવ્યા પછી નિર્ણય લેવાતા ચૂંટણીપંચમાં ફરિયાદ થઈ છે.
આ રૂટ પર ડિસ્કાઉન્ટ મળશે 
5.
આંતરરાજ્ય રૂટ હાલનું ભાડું નવું ભાડું 
અમદાવાદ-ગોવા 3406 3162 
અમદાવાદ-શિરડી 1114 931 
અમદાવાદ-જયપુર 1298 1135 
અમદાવાદ-નાથદ્વારા 608 545 
અમદાવાદ-જોગેશ્વરી 1011 840 
અમદાવાદ-પુણે 1320 1149 
અમદાવાદ-ઔરંગાબાદ 1198 1049 
અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ 1361 1165 
અમદાવાદ-ગુડગાંવ 1928 1821 
અમદાવાદ-કાનપુર 2702 2595 

(ભાડું રૂપિયામાં છે) 

COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી