ડિસ્કાઉન્ટ / આઈઆરસીટીસી આપી રહી છે રૂ.2600 માં વૈષ્ણોદેવીના દર્શનનું ટૂર પેકેજ

irctc provide only 2600 rupees package for vaishno devi tour
X
irctc provide only 2600 rupees package for vaishno devi tour

  • 4 દિવસની આ યાત્રા આગામી 2 માર્ચથી શરૂ થવાની છે
  • આ પેકેજનું બોર્ડિંગ અને ડિ-બોર્ડિંગ સ્થળ દિલ્હી રેલવે સ્ટેશન રહેશે઼
  • ઓફિસિયલ વેબસાઈટ www.irctctourism.com ઉપરથી બુકિંગ કરી શકાશે

Divyabhaskar.com

Feb 28, 2019, 12:53 PM IST
ટ્રાવેલ ડેસ્ક. આઈઆરસીટીસી હવે વૌષ્ણોદેવીના દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓ માટે ખાસ ઓફર લઈને આવી છે. 3 રાત્રિ અને 4 દિવસના પેકેડના આ પ્રવાસ માટે માત્ર 2600 રૂપિયા ચૂકવવાના રહેશે. આ પેકેજમાં રહેવા-જમવા સહિતની તમામ સુવિધાઓ સામેલ હશે. આ પેકેજને માતા વૈષ્ણોદેવી નામ આપવામાં આવ્યું છે. અને આગામી 2 માર્ચથી આ યાત્રા શરૂ થવાની છે. આ પેકેજનું બોર્ડિંગ અને ડિ-બોર્ડિંગ સ્થળ દિલ્હી રેલવે સ્ટેશન રહેશે. 

સ્ટાન્ડર્ડ અને ડીલક્ષ બે પ્રકારના પેકેજ

સ્ટાન્ડર્ડ સ્લીપરના સિંગલ ઓક્યુપેન્સી વાળા પેકેજની કિંમત રૂપિયા 4110 રૂપિયા એક વ્યક્તિના રહેશે. ડબલ ઓક્યુપેન્સીની કિંમત રૂપિયા 2600 એક પ્રવાસીના નક્કી કરવામાં આવ્યા છે. તો ત્રિપલ ઓક્યુપન્સી વાળા પેકેજની કિંમત રૂપિયા 2600 પ્રતિ વ્યક્તિ છે. આ પેકેજમાં 5થી 11 વર્ષના બાળક માટે બેડ સાથે 1750 રૂપિયા વધારાના આપવાના રહેશે. બેડ ન જોઈતો હોય તો પણ એક બાળકનાં 1750 રૂપિયા ચૂકવવા જ પડશે.
ડીલક્ષ સ્લિપર ક્લાસમાં સિંગલ ઓક્યૂપેન્સી વાળા પેકેજની કિંમત 5,120 એક પ્રવાસી દીઠ રહેશે. ડબલ ઓક્યુપેન્સી વાળા પેકેજની કિંમત રૂપિયા 3100 એક પ્રવાસીની રહેશે. તો ટ્રીપલ ઓક્યુપેન્સી પેકેજની કિંમત રૂપિયા 2770 એક પ્રવાસી દીઠ છે. આ પેકેડમાં પણ 5થી 11 વર્ષના બાળકનો ચાર્જ 1750 રૂપિયા જ રહેશે.
3. કઈ સુવિધા મળશે?
આ પેકેજમાં સ્પિપર ટ્રેનમાં મુસાફરીની સાથે વૈષ્ણોદેવીમાં આરામ કરવા માટે આઈઆરસીટીસી સુવિધા પુરી પાડશે. આ ટૂર પેકેજમાં ફૂડ, પાણીની બોટલ, રાત્રિ રોકાણ માટે આઈઆરસીટીસીના ગેસ્ટરૂમની વ્યવસ્થા કરવામાં આવશે. 
4. બુકિંગ
આઈઆરસીટીસીની ઓફિસિયલ વેબસાઈટ www.irctctourism.com ઉપર જઈને આ પેકેજનું બુકિંગ કરાવી શકાશે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી