ખોટ / વારાણસી જતી વોલ્વોને પેસેન્જર નહીં મળતાં કાનપુર સુધી ટૂંકાવી દેવાઈ

Divyabhaskar.com

Mar 13, 2019, 09:19 AM IST
GSRTC volvo between Ahmedabad to Varanasi bound narrowed down to Kanpur
X
GSRTC volvo between Ahmedabad to Varanasi bound narrowed down to Kanpur

 • માંડ 10થી 12 પેસેન્જર મળતા હતા અને તે પણ કાનપુર સુધી 
 • અમદાવાદથી વારાણસીનું ફ્લાઈટનું ભાડું મુસાફરોને બસ કરતાં સસ્તુ પડતું
 • અમદાવાદથી વારાણસીનું ટ્રેનનું ભાડું માત્ર 600થી 650 રૂપિયા

ટ્રાવેલ ડેસ્ક.ગુજરાત એસટી નિગમની અમદાવાદ - વારાણસી વોલ્વો સ્લીપરને પૂરતા પેસેન્જરો ન મળતા રૂટ ટૂંકાવીને કાનપુર સુધી કરાયો છે. આ રૂટ પર સરેરાશ 10થી 12 પેસેન્જરો મળતા હતા. જેમાંથી મોટાભાગના કાનપુર સુધીના હતા. એજરીતે નિગમે અમદાવાદથી હરિદ્વાર અને ચંડીગઢ માટે પણ વોલ્વ શરૂ કરવાની જાહેરાત કરી હતી પરંતુ હજુ સુધી આ સેવા શરૂ થઈ નથી.

અમદાવાદથી હરિદ્વાર અને ચંડીગઢ રૂટ શરૂ થવાનો હજુ બાકી

1.અમદાવાદથી વારાણસી વોલ્વોનું ભાડું લગભગ 3800 રૂપિયા હતું. બે દિવસની મુસાફરી દરમિયાન રસ્તામાં ચા નાસ્તો અને ભોજનનો ખર્ચ 800થી 1000 રૂપિયા ગણતા પેસેન્જરનો ખર્ચ વધીને 4600થી 4800 રૂપિયા થતો હતો. જ્યારે અમદાવાદથી વારાણસીનું ફ્લાઈટનું ભાડું 4500થી 5000 રૂપિયા હોવાથી પેસેન્જર ફક્ત બે કલાકમાં જ વારાણસી પહોંચી જાય છે.
2.અમદાવાદથી વારાણસીનું ટ્રેનનું ભાડું 600થી 650 રૂપિયા છે. આ સ્થિતિમાં વારાણસીની ટ્રેનો હાઉસફુલ હોવાની સાથે ફ્લાઈટ્સ પણ ફુલ હોય છે. જેથી વોલ્વોનો રૂટ ટૂંકાવીને કાનપુર સુધી કરાયો છે. 
3.અમદાવાદથી હરિદ્વાર અને ચંડીગઢ બસ સર્વિસને દિલ્હીમાં હજુ મંજૂરી ન મળી હોવાથી નિગમ દ્વારા અમદાવાદથી ગુડગાંવ સુધી બસ શરૂ કરી દેવામાં આવી છે અને મંજૂરી બાદ તેને હરિદ્વાર અને ચંડીગઢ સુધી લંબાવવામાં આવશે. 
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી