અમદાવાદ મેટ્રો / 15 માર્ચથી મેટ્રોમાં ફ્રી મુસાફરી બંધ થશે, વસ્ત્રાલ-એપરલ પાર્કનું ભાડું રૂપિયા 10 રહેશે

Divyabhaskar.com

Mar 13, 2019, 09:00 AM IST
Free travel will stop in Ahmadabad Metro from 15th march
X
Free travel will stop in Ahmadabad Metro from 15th march

 • શરૂઆતમાં સવારે 10થી સાંજે 4 સુધી 50 મિનિટના અંતરે મેટ્રો દોડાવાશે
 • નિરાંત ચોકડી અને અમરાઈવાડી સ્ટેશન પર કામગીરી અંતિમ તબક્કામાં

ટ્રાવેલ ડેસ્ક. વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક સુધી શરૂ થયેલી મેટ્રોમાં 15 માર્ચથી પેસેન્જરે રૂ.10 ભાડું ચૂકવવું પડશે. મેટ્રોમાં 7.5 કિલોમીટર સુધીનું ભાડું રૂ.10 નક્કી કરાયું છે. વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક વચ્ચે ચાર સ્ટેશનમાંથી નિરાંત ચોકડી અને અમરાઈવાડી સ્ટેશન માર્ચના અંત સુધીમાં ચાલુ થશે. 

નિરાંત ચોકડી-અમરાઈવાડી સ્ટેશન માર્ચના અંતમાં શરૂ થશે

1.ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું કે, વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક સુધીના 6.5 કિલોમીટર રૂટ પર લોકો માટે 6 માર્ચથી માટે મેટ્રો શરૂ કરાઈ હતી. ત્યારે તમામ લોકો માટે 9 દિવસ સુધી એટલે કે 14 માર્ચ સુધી ફ્રી મુસાફરીનો લાભ આપવામાં આવ્યો હતો. 15 માર્ચથી ફ્રી મુસાફરીની સુવિધા બંધ કરાશે અને તમામ લોકોને 10 રૂપિયા ટિકિટ લઈ મુસાફરી કરવાની રહેશે. શરૂઆતના તબક્કામાં મેટ્રો સવારે 10થી સાંજે 4 વાગ્યા સુધી જ દોડાવાશે. જો પેસેન્જરોની ડિમાન્ડ થશે તો તેના સમયમાં વધારો કરી સવારથી સાંજ સુધી દોડાવાશે. હાલ 50 મિનિટના અંતરે મેટ્રો દોડાવાશે. 
2.અધિકારીએ વધુમાં જણાવ્યું કે, વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક વચ્ચે નિરાંત ચોકડી, વસ્ત્રાલ, રબારી કોલોની તેમજ અમરાઈવાડી સ્ટેશન પર કામગીરી બાકી હોવાથી ઝડપી કામ થઈ રહ્યું છે. જેમાં નિરાંત ચોકડી અને અમરાઈવાડી સ્ટેશન પર કામગીરી અંતિમ તબક્કામાં છે અને માર્ચ અંત સુધીમાં પૂર્ણ થતા આ બન્ને સ્ટેશનો શરૂ કરી દેવાય તેવી શક્યતા છે. 
3.જો કે વસ્ત્રાલ અને રબારી કોલોની સ્ટેશન પર કામગીરી વધુ બાકી હોવાથી આ બન્ને સ્ટેશનો શરૂ કરવામાં બે મહિનાથી વધુ સમય લાગે તેવી શક્યતા છે.
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી