સરકારી આદેશ / અમદાવાદથી જમ્મુ થઈ શ્રીનગર જતી ફ્લાઈટને ઉદયપુરથી પરત અમદાવાદ ડાયવર્ટ કરાઈ

Flight to Srinagar has been diversified to Ahmedabad from Udaipur
X
Flight to Srinagar has been diversified to Ahmedabad from Udaipur

  • બુધવારે સવારે જમ્મુ-શ્રીનગર સહિત ઉત્તર ભારતના અન્ય એરપોર્ટ બંધ કરાયા હતા 
  • અમદાવાદ સહિત રાજ્યભરમાંથી દર વર્ષે માર્ચથી જુલાઈ સુધીમાં 30થી 40 હજાર લોકો જમ્મુ કાશ્મીરના પ્રવાસે જાય છે
  • યુદ્ધ જેવી સ્થિતિ સર્જાતાં ટૂર ઓપરેટર્સે જમ્મુ કાશ્મીરના ટૂર પેકેજના બુકિંગ બંધ કર્યાં 

divyabhaskar.com

Feb 28, 2019, 08:51 AM IST
ટ્રાવેલ ડેસ્ક. ભારતની એર સ્ટ્રાઈક બાદ બુધવારે સવારે પાકિસ્તાને ભારતીય સેના પર હુમલો કરવાનો પ્રયત્ન કરતા સરકારે જમ્મુ, શ્રીનગર સહિત ઉત્તર ભારતના 9 એરપોર્ટ પર વિમાન સેવા તત્કાલ અસરથી બંધ કરવાનો આદેશ આપ્યો હતો. અમદાવાદથી જમ્મુ થઈ શ્રીનગર જતી ફ્લાઈટને ઉદયપુરથી પરત અમદાવાદ ડાયવર્ટ કરાઈ હતી. એજરીતે પુણેથી જમ્મુ જતી ફ્લાઈટ અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી.

પાઈલટને સૂચના મળતા ફ્લાઈટ અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી

જમ્મુ-કાશ્મીરમાં યુદ્ધનો માહોલ સર્જાતા દેશભરના અલગ અલગ એરપોર્ટથી ઉત્તર ભાતર તરફ જતી ફ્લાઈટો અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. બપોર બાદ સરકારે આદેશ પરત લેતા ફરી વિમાન સેવા શરૂ કરી હતી.
અમદાવાદથી જમ્મુ થઈ શ્રીનગર જવા સ્પાઈસ જેટની ફ્લાઈટ રવાના થઈ હતી. એજ સમયે સરકારે કેટલાક એરપોર્ટ બંધ કરવાની જાહેરાત કરી ત્યારે અમદાવાદથી આ ફ્લાઈટ ટેકઓફ થઈ ગઈ હતી. આ ફ્લાઈટ ઉદયપુર પહોંચી ત્યારે અધિકારીઓ દ્વારા પાઈલટને સૂચના આપી કે, જમ્મુ અને શ્રીનગર એરપોર્ટ બંધ કરાયું છે. જેથી ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પર ડાયવર્ટ કરી હતી
એજરીતે પુણેથી જમ્મુ જતી ફ્લાઈટ પણ આ સમય દરમિયાન અમદાવાદ ઉપરથી પસાર થઈ રહી હતી ત્યારે જ તેના પાઈલટને સૂચના મળતા ફ્લાઈટ અમદાવાદ ડાયવર્ટ કરી હતી.
4. ટૂર ઓપરેટર્સે જુલાઈ સુધી કાશ્મીરનાં બુકિંગ બંધ કર્યાં
અમદાવાદ સહિત રાજ્યભરમાંથી દર વર્ષે માર્ચથી જુલાઈ સુધીમાં 30થી 40 હજાર લોકો જમ્મુ કાશ્મીરના પ્રવાસે જાય છે, પરંતુ હાલ પાકિસ્તાન સાથે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાતાં ટૂર ઓપરેટર્સે જમ્મુ કાશ્મીરના ટૂર પેકેજના બુકિંગ બંધ કર્યાં છે. જે લોકોએ જમ્મુ-કાશ્મીર માટે બુકિંગ કરાવ્યું છે તેમને 100 ટકા રિફંડ આપવામાં આવી રહ્યું છે. ટૂર ઓપરેટર મનીષ શર્મા જણાવે છે કે, જમ્મુ કાશ્મીર સરહદ પર પાકિસ્તાન સાથે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખી તમામ પ્રવાસ રદ કરાયા છે. અન્ય એક ટૂર ઓપરેટર રોહિત ઠક્કરે જણાવ્યું કે, હાલ તમામ બુકિંગ કેન્સલ કરી જુલાઈ સુધી એક પણ બુકિંગ ન કરવાની જાહેરાત કરાઈ છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી