નિર્ણય / રાજધાનીની ઝડપ વધારવા ડબલ એન્જિન જોડાશે, બે કલાકનો સમય ઘટશે

Double engine will be able to increase the speed of rajdhani superfast
X
Double engine will be able to increase the speed of rajdhani superfast

  • ડબલ એન્જિનના પગલે ટ્રેનમાં 2થી 3 કોચ વધુ જોડી શકાશે
  • પેસેન્જરની સંખ્યા 200થી 300 વધી શકશે

Divyabhaskar.com

Feb 27, 2019, 09:24 AM IST
ટ્રાવેલ ડેસ્ક. અમદાવાદ નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ, મુંબઈ-દિલ્હી રાજધાની સહિત દેશભરમાં દોડતી તમામ રાજધાની એક્સપ્રેસની સ્પીડ વધારવા માટે હવે તેને ડબલ એન્જિન સાથે દોડાવવામાં આવશે. ડબલ એન્જિન સાથે ટ્રેન દોડાવાતા તેના પહોંચવાના સમયમાં એકથી બે કલાકનો ઘટાડો થશે. એજરીતે એન્જિનની ક્ષમતા વધતા ટ્રેનમાં વધુ કોચ જોડી શકાશે. જેથી પેસેન્જરોની સંખ્યા પણ વધશે.

શિવરાત્રી મેળા માટે અમદાવાદ-વેરાવળ ટ્રેનમાં વધારાના કોચ

થોડા સમય પહેલા મુંબઈ દિલ્હી રાજધાની એક્સપ્રેસમાં ડબલ એન્જિન જોડી ટ્રાયલ હાથ ધરાઈ હતી. આ ટ્રેનને દિલ્હીથી મુંબઈ પહોંચવામાં 113 મિનિટનો સમય બચ્યો હતો. હવે તમામ રાજધાની એક્સપ્રેસને ડબલ એન્જિન સાથે દોડાવવાનો નિર્ણય લેવાયો છે. ડબલ એન્જિનના પગલે ટ્રેનમાં 2થી 3 કોચ વધુ જોડી શકાશે અને પેસેન્જરની સંખ્યા 200થી 300 વધી શકશે.
જૂનાગઢમાં યોજાનાર મહાશિવરાત્રી મેળામાં જતાં યાત્રીઓની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા 27 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી રાજકોટ-જૂનાગઢ, જૂનાગઢ-સતાધાર તથા સોમનાથ-જૂનાગઢ વચ્ચે વિશેષ ટ્રેન દોડાવાશે. જ્યારે અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસ સહિત કેટલીક ટ્રેનોમાં વધારાનો કોચ લગાવાશે. વેરાવળ-અમદાવાદ એક્સપ્રેસમાં એક થર્ડ એસી, એક સ્લીપર તેમજ બે જનરલ કોચ જોડાશે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી