ગેરફાયદો / બોઈંગ 737 એરક્રાફ્ટ પર પ્રતિબંધથી અન્ય એરલાઈન્સે ભાડાં વધાર્યા 

Boeing 737 bans fare on other airlines by aircraft's

  • અમદાવાદથી મુંબઈનું ભાડું રૂપિયા ત્રણ હજારને બદલે 13 હજારે પહોંચ્યું 
  • સ્પાઈસ જેટે12 અને જેટ એરવેઝે 5 એરક્રાફ્ટ ગ્રાઉન્ડેડ કર્યા 

Divyabhaskar.com

Mar 15, 2019, 12:27 PM IST

ટ્રાવેલ ડેસ્ક.ઇથોપિયન એરલાઈન્સનું બોઈંગ 737 મેક્સ એરક્રાફ્ટ દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ ભારતમાં પણ ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ બુધવારે તમામ બોઈંગ 737 મેક્સ એરક્રાફ્ટ ઉડાડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. ભારતમાં બોઈંગ 737 મેક્સ એરક્રાફ્ટ ઉડાડવા પર પ્રતિબંધ આવતા ગુરુવારે સ્પાઈસ જેટને 12 અને જેટ એરવેઝને 5 એરક્રાફ્ટ ગ્રાઉન્ડે કરવાની ફરજ પડી છે.

અન્ય એરલાઈન્સોએ આ તકનો ફાયદો ઉઠાવી ભાડામાં 3થી 4 ગણો વધારો કરી દીધો છે. ગુરુવારે અમદાવાદથી મુંબઈ અને દિલ્હીનું ભાડું 12થી 13 હજાર સુધી પહોંચી ગયું હતું. સ્પાઈસ જેટના અધિકારીએ કહ્યું કે, જે ફ્લાઈટ રદ કરાઈ છે પેસેન્જરોને 100 ટકા રિફંડ અપાશે. સાથે જેમને યાત્રાની તારીખ બદલવી હોય તેવા પેસેન્જરોને તારીખ બદલવાની પણ સુવિધા આપવામાં આવશે.

X
Boeing 737 bans fare on other airlines by aircraft's
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી