રેલવે / અમદાવાદ-વડોદરા મેમુ ટ્રેન દર રવિવારે બંધ

divyabhaskar.com | Updated - Mar 11, 2019, 07:19 PM
Ahmedabad-Vadodara Memu train closed every Sunday

  • વડોદરા અમદાવાદ મેમુ ટ્રેન આગામી 31 માર્ચ સુધી દરેક રવિવારે કેન્સલ રહેશે
  • ગાંધીનગર -ઇન્દોર શાંતિ એક્સપ્રેસ 12 માર્ચથી 26 માર્ચ સુધી અમદાવાદ સુધી ચાલશે

ટ્રાવેલ ડેસ્ક. અમદાવાદ ખાતે રિનોવેશન કામગીરી ચાલુ હોવાથી વડોદરા અમદાવાદ મેમુ ટ્રેન આગામી 31 માર્ચ સુધી દરેક રવિવારે કેન્સલ રહેશે. જોકે આ ટ્રેન રવિવારે રદ થવાથી અપડાઉન કરનારા લોકોને નોકરી માટે તકલીફ નહીં પડે. આ સાથે ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે રિનોવેશનની કામગીરી ચાલુ હોવાથી ચાર ટ્રેન આગમી 26 માર્ચ સુધી પ્રભાવિત થશે.

ગાંધીનગર -ઇન્દોર શાંતિ એક્સપ્રેસ 12 માર્ચથી 26 માર્ચ સુધી અમદાવાદ સુધી ચાલશે. જ્યારે ઇન્દોર થી ચાલનારી આ ટ્રેન પણ અમદાવાદ સુધી જ ચાલશે. આણંદ - ગાંધીનગર મેમુ 12થી 26 માર્ચ સુધી કેન્સલ રહેશે. તેવી જ રીતે ગાંધીનગર -આણંદ મેમુ પણ કેન્સલ રહેશે. રેલવે દ્વારા પ્લેટફોર્મ ખાલી ન હોવાનું કારણ રજૂ કરાયું છે.

X
Ahmedabad-Vadodara Memu train closed every Sunday
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App