રેલવે / અમદાવાદ-હરિદ્વાર યોગા એક્સપ્રેસ 23 માર્ચ સુધી ડાયવર્ટ કરાઈ

Ahmedabad-Haridwar Yoga Express diverted till 23rd March

Divyabhaskar.com

Feb 23, 2019, 08:23 AM IST

ટ્રાવેલ ડેસ્ક. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં દેશ વિદેશથી મુલાકાતીઓ આવી રહ્યા છે. તો મહાત્મા મંદિર ખાતે જ રાજ્ય સરકારના મોટા ભાગના કાર્યક્રમો કરવામાં આવે છે. જ્યાં આવેલા રેલવે સ્ટેશનને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહ્યું છે. રેલવે સ્ટેશન ઉપર પ્રવાસીઓને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે તે માટે હોટલની પણ કામગીરી ચાલી રહી છે.

ગાંધીનગર સ્ટેશન પર ચાલતી ફાઈવ સ્ટાર હોટેલની કામગીરીને પગલે રેલવે દ્વારા બ્લોક જાહેર કરવામાં આવ્યો છે. આ બ્લોકને પગલે અમદાવાદ - હરિદ્વાર યોગા એક્સપ્રેસને 23 માર્ચ સુધી વાયા ખોડિયાર - કલોલના ડાયવર્ટ રૂટ પર ચલાવવામાં આવશે. જેના કારણે આવતા જતા બન્ને દિશામાં આ ટ્રેન ગાંધીનગર નહીં જાય. તેમજ મુસાફરો વધુ માહિતી માટે રેલવે હેલ્પલાઇનમાં પૂછપરછ કરીને મુસાફરી કરે તેવી વિનંતી કરવામાં આવી છે.

X
Ahmedabad-Haridwar Yoga Express diverted till 23rd March

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી