સુવિધા / ગુજરાતના રેલવે સ્ટેશનો બનશે વર્લ્ડ ક્લાસ, મોલ-મલ્ટિપ્લેક્સ સહિતની સગવડો હશે

divyabhaskar.com

Feb 21, 2019, 12:48 PM IST
world best railway station in gujarat
X
world best railway station in gujarat

 • અમદાવાદ ઉપરાંત વડોદરા, રાજકોટ, ભાવનગર અને વલસાડ રેલવે સ્ટેશનોને વર્લ્ડ ક્લાસ બનાવવાની રેલવેમંત્રીની જાહેરાત
 • બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નિર્ધારિત સમય મર્યાદામાં પૂરો થશે : રેલવેમંત્રી મનોજ સિંહા

ટ્રાવેલ ડેસ્ક. ગાંધીનગર અને સુરત પછી હવે અમદાવાદ ઉપરાંત વડોદરા, રાજકોટ, ભાવનગર અને વલસાડ રેલવે સ્ટેશનોને મોલ, મલ્ટિપ્લેક્સ સહિતની પેસેન્જર સુવિધાઓ સાથે વર્લ્ડ ક્લાસ કક્ષાના બનાવવાની જાહેરાત રેલવે રાજ્ય મંત્રી મનોજ સિંહાએ કરી હતી.

રેલવે સ્ટેશન પર મોલ, મલ્ટિપ્લેક્સની સુવિધા ઊભી કરાશે

1.ભારત કે મન કી બાત - મોદી કે સાથ કાર્યક્રમમાં હાજરી આપવા અમદાવાદની મુલાકાતે આવેલા સિંહાએ જણાવ્યું કે, ગાંધીનગર સ્ટેશન પર વર્લ્ડ ક્લાસ સ્ટેશનના ભાગ રૂપે 300 રૂમની ફાઈવ સ્ટાર હોટેલ, મોલ સહિત અન્ય પેસેન્જર સુવિધા વધારાઈ રહી છે. એજ રીતે સુરત સ્ટેશન પર ટ્રાન્સપોર્ટ હબ બનાવવાની
સાથે પેસેન્જર સુવિધાઓ વધારવાની કામગીરી ચાલી રહી છે. હવે રાજ્યના અમદાવાદ સહિત પાંચ સ્ટેશનો પર મોલ, થિયેટર સહિત અન્ય સુવિધાઓ સાથે
આંતરરાષ્ટ્રીય કક્ષાના બનાવવામાં આવશે. તેમણે જણાવ્યું કે, રાજ્યમાં રેલવેના વિકાસ માટે વર્ષ 2017-18માં સરકાર દ્વારા 4 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં
આવ્યો છે.
બુલેટ ટ્રેનનું કામ ઝડપથી ચાલે છે
2.બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે અને નિર્ધારિત સમય મર્યાદામાં પૂરું થશે.અમદાવાદ સહિત અનેક જિલ્લામાં જમીન સંપાદન પછી ગ્રાઉન્ડવર્ક શરૂ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. 
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી