વિશેષ સુવિધા / આજેે મહિલા દિવસ હોવાથી મેટ્રોમાં મહિલાઓ જ મુસાફરી કરી શકશે

divyabhaskar.com | Updated - Mar 08, 2019, 12:06 PM
Women will be able to travel only in the Metro because of today women's day

  • પહેલી મેટ્રો ટ્રેનનું સંચાલન મહિલા ડ્રાઇવર દ્વારા કરવાની સાથે સ્ટેશન કંટ્રોલર તરીકે પણ મહિલાઓને કામગીરી સોંપવામાં આવશે
  • સવારે 10થી સાંજે 4 વાગ્યા સુધી દોડનારી તમામ 15 ટ્રિપમાં ફક્ત મહિલા મુસાફરો જ પ્રવાસ કરી શકશે

ટ્રાવેલ ડેસ્ક. 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિન હોવાથી ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મહિલા દિવસની ઉજવણીનો નિર્ણય લેવાયો છે, જેના ભાગરૂપે ગુજરાતના અમદાવાદ શહેરમાં શરૂ થયેલી પહેલી મેટ્રો ટ્રેનનું સંચાલન મહિલા ડ્રાઇવર દ્વારા કરવાની સાથે સ્ટેશન કંટ્રોલર તરીકે પણ મહિલાઓને કામગીરી સોંપવામાં આવશે. જ્યારે દિવસ દરમિયાન સવારે 10થી સાંજે 4 વાગ્યા સુધી દોડનારી તમામ 15 ટ્રિપમાં ફક્ત મહિલા મુસાફરો જ પ્રવાસ કરી શકશે.

આ અંગે મેટ્રોના અધિકારીએ જણાવ્યું છે કે, 4 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મેટ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યા બાદ બુધવારે સવારે 10 વાગે મેટ્રો ટ્રેન લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. સવારે 10 વાગ્યે જ મોટી સંખ્યામાં શહેરીજનો મેટ્રોમાં મુસાફરી કરવા વસ્ત્રાલ ગામ સ્ટેશને આવી પહોંચ્યા હતા. વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક સુધી દર 50 મિનિટે બન્ને દિશામાં મેટ્રોનું સંચાલન કરવામાં આવ્યું હતું. સાંજે 4 વાગ્યા સુધી બન્ને દિશામાં મળી કુલ 15 ટ્રિપનું સંચાલન કરાયું હતું. જેમાં 6000 લોકોએ મુસાફરીનો લાભ મેળવ્યો હતો.

લોકોને સુવિધા મળે તે માટે હાલ વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક સુધી વચ્ચે ક્યાંય રોકાયા વગર દોડાવવામાં આવી રહી છે. જોકે 15 માર્ચ સુધીમાં બીજી ટ્રેન તૈયાર થતાં તેનું પણ સંચાલન શરૂ કરવામાં આવશે, જેથી બે ટ્રિપ વચ્ચેના સમયમાં પણ ઘટાડો થશે.

X
Women will be able to travel only in the Metro because of today women's day
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App