સ્પાઇસ જેટ / 31મી માર્ચથી ઉદયપુર ફ્લાઇટનો સમય વધશે, રૂ. 1200નો વધારો

The time of Udaipur flight will increase from March 31

  • સ્પાઇસ જેટે વારાણસી રદ કરી ભોપાલનો રૂટ શરૂ કર્યો 
  • 31મી માર્ચથી સુરત-ઉદયપુર-વારણસીની ફ્લાઇટ બંધ કરીને સુરત-ભોપાલ-ઉદયપુરની ફ્લાઇટ શરૂ 
  • સુરતથી વાયા ભોપાલ થઈ ઉદયપુર જતાં ભાડું રૂ.3,400 થયું

divyabhaskar.com

Feb 24, 2019, 05:09 PM IST

ટ્રાવેલ ડેસ્ક. હાલ સ્પાઇસ જેટની ફ્લાઇટ સુરતથી ઉદયપુર 1 કલાક 15 મિનિટમાં પહોંચાડે છે અને તેનું ભાડું 2600 રૂપિયા છે. પણ 31મી માર્ચથી ફ્લાઇટ સુરતથી ઉદયપુર પહોંચાડવા માટે 2 કલાક 45 મિનિટનો સમય લેશે. આ ફ્લાઇટ સુરતથી વાયા ભોપાલ થઈને ઉદયપુર જનારી છે. અહીં મહત્ત્વની વાત એ છે કે, વાયા ભોપાલ થઈ ઉદયપુર જતાં ભાડું 3 હજાર 400 રૂપિયા થઈ ગયું છે.

સુરતથી વારાણસી ફ્લાઇટને ખૂબ પેસેન્જરો મળી રહ્યા છે. તેમ છતાં સ્પાઇસ જેટે તે બંધ રહી છે. આ મામલે સ્પાઇસ જેટને રજૂઆત કરાઈ છે કે, શહેરમાં રાજસ્થાનના રહેવાસીઓ છે. જેઓ વાર તહેવારે ફ્લાઇટથી વતન આવતા જતા હોય છે. જેથી સુરત-ઉદયુરની સીધી ફ્લાઇટ રાખવામાં આવે. નહીં તો પછી સુરત-ઉદયુર-ભોપાલની ફ્લાઇટ શરૂ કરવામાં આવે.

X
The time of Udaipur flight will increase from March 31
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી