નવો બસ રૂટ / STએ 76 કિમીના SP રિંગ રોડ ફરતે સરક્યુલર રૂટ શરુ કર્યો

divyabhaskar.com | Updated - Mar 08, 2019, 04:31 PM
ST starts a circular route around 76 km SP ring road
ટ્રાવેલ ડેસ્ક. સરદાર પટેલ રિંગરોડ અને તેની આજુબાજુના વિસ્તારના લોકોની સુવિધા માટે ગુજરાત એસટી નિગમ દ્વારા સરક્યુલર રૂટ શરૂ કરાયું છે. સરદાર પટેલ રિંગરોડ પર બન્ને દિશામાં દર 40થી 45 મિનિટના અંતરે લોકોને બસની સુવિધા મળી રહેશે. રિંગરોડ પર ઝુંડાલ સર્કલથી ઝુંડાલ સર્કલ, અસલાલી સર્કલથી અસલાલી સર્કલ, શાંતિપુરા સર્કલથી શાંતિપુરા સર્કલ અને સનાથલ સર્કલથી સનાથલ સર્કલ સુધી બસનું સંચાલન કરાશે. આ તમામ રૂટની બસો વૈષ્ણોદેવી સર્કલ, સાયન્સ સિટી સર્કલ, બોપલ સર્કલ, શાંતિપુરા સર્કલ, સનાથલ સર્કલ, અસલાલી સર્કલ, નિકોલ સર્કલ, ઓઢવ સર્કલ, હંસપુરા અને તપોવન સર્કલ સહિત અન્ય સર્કલ ખાતે ઊભી રહેશે.

X
ST starts a circular route around 76 km SP ring road
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App