આકર્ષણ / મિનિ બુલેટ ટ્રેનનું એન્જિન વડોદરા પહોંચ્યું, કમાટીબાગમાં લોકો મુસાફરી કરશે

Mini bullet train engine reached Vadodara
X
Mini bullet train engine reached Vadodara

  • ફુલ્લી એ.સી મિનિ બુલેટ ટ્રેન કમાટીબાગમાં દોડશે
  • કોચ આવ્યા બાદ મિનિટ બુલેટ ટ્રેન શરૂ કરવામાં આવશે
  • બુલેટ ટ્રેનનું ભાડું હાલ ચાલતી ટ્રેન કરતા વધુ હશે

divyabhaskar.com

Feb 25, 2019, 09:44 AM IST
ટ્રાવેલ ડેસ્ક.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાની બુલેટ ટ્રેન નહીં પરંતુ તેની પ્રતિકૃતિ એવી મિનિ બુલેટ ટ્રેન શહેરમાં દોડશે. વડોદરાના કમાટીબાગમાં શહેરીજનોને મનોરંજન પૂરું પાડવા માટે બુલેટ ટ્રેન લવાઈ છે. આજે બુલેટ ટ્રેનનું એન્જિન આવી પહોંચતા એન્જિનને જોવા લોકોના ટોળા એકઠા થયા હતા.

કમાટીબાગમાં આવનાર પ્રવાસીઓ માટે બુલેટ ટ્રેન આકર્ષણનું કેન્દ્ર બનશે

વડોદરાના કમાટીબાગમાં હાલમાં જોય ટ્રેન ચાલુ છે. શનિવાર, રવિવાર, રજાના દિવસો તેમજ દિવાળી અને ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓનો ભારે ધસારો રહે છે. જેમાં જોય ટ્રેનમાં બાળકોથી મોટા લોકો બેસીને આનંદ માણે છે. 
હવે લોકો ટૂંક સમયમાં જ ફૂલ્લી એ.સી. બુલેટ ટ્રેનમાં આનંદ માણી શકશે. કમાટીબાગમાં આવનાર પ્રવાસીઓ માટે બુલેટ ટ્રેન આકર્ષણનું કેન્દ્ર બનશે.
આજે વહેલી સવારે બુલેટ ટ્રેનનુ એન્જિન આવી પહોંચ્યું હતું. હાલમાં જે ટ્રેન માટેના ટ્રેક છે. તેમાં સુધારો-વધારો કરીને મિનિ બુલેટ ટ્રેન દોડાવવામાં આવશે.
4. આગનું છમકલું થાય તો પણ કંઇ નહીં થાય
ફાયબર ગ્લાસ મટિરીયલનો ઉપયોગ કરીને ટ્રેન-કોચ બનાવવાયા છે અને તેના કારણે સામાન્ય આગથી કોચ કે મુસાફરને કોઇ નુકશાન થશે નહીં. વાતાનુકુલિત કોચમાં અમેરિકાથી આયાત કરાયેલા બે એરકંડીશન ઇન્સ્ટોલ છે.
દરેક કોચમાં ઇમરજન્સી બેલ રાખવામાં આવ્યાં છે, દરેક સીટ કુશનવાળી રહેશે. મોટી ટ્રેનની માફક આ ટ્રેનમાં ઇમરજન્સી એક્ઝિટ રહેશે. દરેક કોચમાં નીચે રેડ કાર્પેટ આપવામાં આવશે અને તેનાથી મુસાફરી રજવાડી માહોલનો અનુભવ કરશે. ટ્રેનની સ્પીડ જોય ટ્રેન જેટલી જ રહેશે અને અડધો કલાકની એક ટ્રીપ રહેશે.
બુલેટ ટ્રેનના મુસાફરો માટે વાતાનુકુલિત વેઇટીંગ રૂમ  રહેશે અને એક સાથે 150 મુસાફરો તેમાં બેસી શકશે.
7. મંજૂરી આપે એટલે બુલેટ ટ્રેન દોડશે
એસી બુલેટ ટ્રેન માટે ટિકીટનો દર હજુ નક્કી કરાયો નથી.એસી બુલેટ ટ્રેન માટે તમામ માળખુ તૈયાર હોવાથી માત્ર પાલિકાની મંજુરીની રાહ જોવાઇ રહી છે. આગામી સપ્તાહે તેનો ટ્રાયલ પણ લેવામાં આવશે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી