ટ્રાવેલિંગ / આ સમર વેકેશનમાં લેટ્સ ગો ક્રૂઝીંગ

Let's Go Cruising In This Summer Vacation

divyabhaskar.com

Feb 25, 2019, 02:37 PM IST

ટ્રાવેલ ડેસ્ક. જ્યારે ક્રૂઝિંગની વાત આવે ત્યારે બીજી કોઈ ક્રુઝ લાઇન નથી, જે રોયલ કેરેબિયન ઇન્ટરનેશનલની જેમ વિદેશી જગ્યાઓ, યુનિક સી એક્સપિરિયન્સ, વિશિષ્ટ લાભ અને ખાસ ડીલનું કોમ્બિનેશન આપે. રોયલ કેરેબિયન તેના શિપ્સ તેમજ સર્વિસની શ્રેષ્ઠ ગુણવત્તા માટે અસંખ્ય એવોર્ડ્સ મેળવી ચૂક્યું છે. તે ઇન્ટરનેશનલ ક્રૂઝિંગ ઇન્ડસ્ટ્રીમાં ટોચના સ્થાને છે, જે તેના દરેક પ્રવાસ સાથે એક નવો બેન્ચમાર્ક સેટ કરી રહ્યું છે. હવે, આ સૌથી પ્રખ્યાત ક્રૂઝ લાઇને ભારતીય ક્રૂઝ લવર્સની સંખ્યામાં વધારો કરવા માટે એક નવું શિપ રજૂ કર્યું છે અને તમે સારી ઓફર્સ પણ મેળવી શકો છો, જે સંપૂર્ણપણે યાદગાર અનુભવની ખાતરી આપે છે!

રોયલ કેરેબિયને તેના સૌથી વધુ ડિમાન્ડમાં રહેલા શિપ્સ; વોયેજર ઓફ ધ સીઝ, ક્વોન્ટમ ઓફ ધ સીઝ અને સ્પેક્ટ્રમ ઓફ ધ સીઝને આખા વર્ષ દરમિયાન ચાલુ રાખ્યા છે. વોયેજર જૂન સુધી અને ત્યારબાદ ઓકટોબરથી નવેમ્બર સુધી ફરીથી પોતાનો પ્રવાસ ખેડશે. સ્પેક્ટ્રમ કે જે એશિયાનું સૌથી મોટું અને નવું શિપ છે, મે મહિનામાં 3 નાઇટ અને 4 નાઇટ માટે સિંગાપોરથી સફર કરશે. સ્પેક્ટ્રમ ઓફ ધ શિપ, આ ક્ષેત્રમાં સૌથી મોટું શિપ છે, જે એશિયન માર્કેટને અનુરૂપ બનાવવામાં આવ્યું છે. સ્યુટ ગેસ્ટ્સ ખાનગી એન્ક્લેવ અને દરિયામાં અગાઉ ક્યારેય નહીં જોવાયેલા એન્ટરટેઇન્મેન્ટ અને એડવેન્ચર ઓપશન્સ જેવા કે, વર્ચ્યુઅલ રિયાલિટી, બાંગી ટ્રેમ્પોલિન એક્સપિરિયન્સ, સ્કાય પેડ, સ્કાયડાઇવિંગ અને સર્ફિંગ સર્ફ્યુટર્સનો અનુભવ અથવા સેપ્લેક્સની મુલાકાત લઇ શકશે - દરિયામાં સૌથી મોટો ઇન્ડોર ગેમિંગ ઝોન, જે રોમાંચક જગ્યા છે, જેમાં બમ્પર કાર છે અને ઓગમેન્ટેડ રિયાલિટી વોલ્સ એન્ડ ફ્લોર્સ છે, જે તમને અદ્યતન ઇન્ટરેક્ટિવ અનુભવોથી રોમાંચિત કરશે. આ ક્રૂઝ પર એન્જોયમેન્ટ ખરેખર પૂરું થવાનું નામ જ નથી લેતું!

નોર્થ સ્ટારના વેન્ટેજ પોઇન્ટથી 360 ડિગ્રી વ્યુ જોવાનું ચૂકશો નહીં, એક ગ્લાસ કેપ્સ્યુલ કે જે શિપથી 300 ફૂટ ઉપર હવામાં જાય છે અને તે ક્રુઝ શિપ પર સૌથી ઊંચાઈએથી જોવાની ડેક છે, તેને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ સ્થાન મળ્યું છે. દરેક ક્રુઝ લવર્સની યાદીમાં ટોચ પર સ્પેક્ટ્રમ પર એક ક્રુઝ ટ્રીપ જ હોવી જોઈએ! તમારા ચાલુ વર્ષને સ્ટાઇલમાં પૂરું કરવા અને તમને ક્રિસમસ તથા નવા વર્ષ દરમિયાન સારી ટ્રીપ ઓફર કરવા, ક્વોન્ટમ ઓફ ધ સી નવેમ્બર -19 થી માર્ચ 2020 સુધી દક્ષિણ-એશિયન પોર્ટ્સ તરફ ટ્રિપ્સની સુવિધા પૂરી પાડશે.

ક્રુઝના ભારત સાથેના કનેક્શનને વધુ મજબૂત બનાવવા અને ભારતીય ટૂરિસ્ટ્સને ખાસ અનુભવ આપવા, રોયલ કેરેબિયને ભારતીય સેલિબ્રિટી શેફ રણવીર બ્રાર સાથે કરાર કર્યો છે કે જે એશિયન રસોઈ અંગે ખુબ જ ઊંડું જ્ઞાન ધરાવતા રસોઈ શો માટે એક લોકપ્રિય ચહેરો છે. ભારતીય વાનગીઓ ઉપર તેમની એક્સપર્ટીઝ ક્રુઝના કર્મચારીઓને તાલીમ આપવા સાથે ખાસ કરીને બનાવાયેલા મેનૂ પર લોકોની નજરે પડશે. રણવીર બ્રાર દ્વારા તૈયાર કરાયેલું ખાસ મેનૂ તમને અથવા તમારી જીભને, આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર હોવા છતાં ઘરની યાદ આપવાનું ચૂકશે નહીં!

આ તો માત્ર શરૂઆત છે. રોયલ કેરેબિયને સિંગાપોર એરલાઇન્સ સાથે મળીને ખાસ ડીલ કરી છે, જેથી ભારતીય ગ્રાહકોને ફ્લાય + ક્રૂઝ કોમ્બો પેકેજીસ મળે. ટિકિટના ભાવ તેમના પ્રોમિસ મુજબ અવિશ્વસનીય રીતે સૌથી સારા અને ઓછા છે. તમે પોર્ટ-ઓફ-કોલ સાથે કનેક્ટ થતી ફ્લાઇટ્સ પર સારી એવી બચત પણ કરી શકશો, જેથી તમને બુકીંગ સમયથી જ સારો આનંદ મળવાનું ચાલુ થાય અને તમારી રજા સારી રીતે શરૂ થઇ છે, તેની ખાતરી કરી શકો!

દરિયામાં રોયલ કેરેબિયન શિપ સૌથી સારો અનુભવ, ગરમ સૂર્ય નીચે પૂલ સાઈડ આરામ અને થીમ આધારિત પ્રદર્શનની મદદથી તમારો શ્વાસ થંભાવી દેશે! સાહસ પ્રેમીઓ માટે, શિપમાં રમતો આર્કેડ્સથી રોક-ક્લાઇમ્બિંગ દિવાલો અને મિનિ-ગોલ્ફ કોર્સ સુધી તમામ વસ્તુઓ છે, જે તેમને સતત રોકી રાખશે. સૌથી અગત્યનું એ છે કે, રોયલ કેરેબિયન ક્રુઝ ભારતીય પ્રવાસીઓ માટે તે સિંગાપોર, મલેશિયા અને થાઇલેન્ડ જેવી આકર્ષક જગ્યાઓની સંસ્કૃતિ અને સૌંદર્યની ઊંડાઈને શોધવામાં વિશિષ્ટ, વ્યક્તિગત અનુભવનું પ્રોમિસ આપે છે.

સિંગાપોરમાં આ વર્લ્ડ ક્લાસ ક્રૂઝ સાથે, રોયલ કેરેબિયન ઇન્ટરનેશનલ કે જે એવોર્ડ-વિજેતા ક્રૂઝ લાઇન છે, તમને દરિયામાં આકર્ષક ઉનાળું વેકેશનમાં જોડવા તૈયાર છે. જો તમને આશ્ચર્ય થાય કે તમારા ખિસ્સા પર ક્રૂઝિંગનો ભાર પડશે તો ભૂલી જજો. તમને જણાવી દઈએ કે, આ ક્રુઝ તમારા વેકેશન માટે સૌથી વધુ ફાયદાકારક રસ્તો છે. તમારા ક્રુઝના ખર્ચમાં રહેઠાણ, તમામ મિલ્સ, એક્ટિવિટીઝ અને એન્ટરટેઇન્મેન્ટ સામેલ છે. કોઈપણ પ્રકારના આયોજન વિના દરરોજ એક જવી જગ્યા પર જાગો. તો તમે રાહ શેની જોઈ રહ્યા છો? હેપી ક્રૂઝિંગ!

X
Let's Go Cruising In This Summer Vacation

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી