આઈડી પ્રૂફ / રેલવે યાત્રા દરમિયાન આઈડી પ્રૂફ સાથે નહીં હોય તો ટીસી ઉતારી મૂકશે

divyabhaskar.com | Updated - Mar 08, 2019, 12:07 PM
in traveling ticket and id proof necessary
X
in traveling ticket and id proof necessary

  • મુસાફરે પોતાનું આઈડી પ્રૂફ સાથે ફરજિયાત રાખવું 
  • ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા કડક નિયમો બનાવ્યાં છે
  • યાત્રિકના મોબાઈલના માધ્યમથી ઓનલાઈન પણ આઈડી ચકાસવાની છૂટ

ટ્રાવેલ ડેસ્ક. રેલવે યાત્રા દરમિયાન હવે દરેક મુસાફરે પોતાનું આઈડી પ્રૂફ સાથે રાખવું ફરજિયાત કરી દેવાયું છે. રેલવે અને આઈઆરસીટીસી દ્વારા સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખીને નિયમ કડક કરી દીધા છે. હવે રેલવે યાત્રી જે આઈડી પ્રૂફના આધારે ઓનલાઈન ટિકિટ બુક કરાવશે તે આઈડી યાત્રા દરમિયાન સાથે રાખવું પડશે. કોઈપણ આકસ્મિક ઘટના કે બનાવથી બચવા ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા કડક નિયમોનું અમલ કરી દીધું છે.

રેલવે ઈ-મેલથી યાત્રિકોને સાવચેત કરી રહ્યું છે

1.રેલવેએ દરેક ટીસી (ટિકિટ કલેક્ટર)ને આદેશ આપી દીધા છે કે ટ્રેનમાં મુસાફરી કરતા દરેક યાત્રિકનું આઈડી જરૂર ચેક કરવું. ટિકિટ કલેક્ટરને કોઈ યાત્રિકના મોબાઈલના માધ્યમથી ઓનલાઈન પણ આઈડી ચકાસવાની છૂટ આપવામાં આવી છે. મુસાફરી દરમિયાન જો કોઈ યાત્રી પોતાનું આઈડી પ્રૂફ બતાવવામાં અસફળ થાય તો તેને ટિકિટ કલેક્ટર આગળના સ્ટેશન પર ઉતારી દેશે.
2.મુસાફરી દરમિયાન હવે આઈડી પ્રૂફ સાથે રાખવાનો નિયમ ફરજિયાત કરાયો છે જેની માહિતી દરેક યાત્રિક સુધી પહોંચાડવા હવે રેલવે જે યાત્રિક ઓનલાઈન ટિકિટ બુકિંગ કરે તેને ઈ-મેલ મોકલીને યાત્રા દરમિયાન આઈડી પ્રૂફ સાથે રાખવા સૂચના આપી રહ્યું છે. જેથી યાત્રા દરમિયાન મુસાફરને મુશ્કેલી ન પડે અને તેની યાત્રા સરળ અને આરામદાયક રહે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App