રાહત / એક ટ્રેન મોડી પડતાં બીજી ટ્રેન ચૂકાશે તો મુસાફરને ટિકિટના પૈસા પાછા મળશે

divyabhaskar.com

Feb 26, 2019, 09:44 AM IST
If a train is delayed due to another train the ticket will return to the traveler

 • રેલવે તરફથી કોઇ કેન્સલેશન ચાર્જ નહીં કપાય 
 • અન્ય ટ્રેનમાં મુસાફરીનો વિકલ્પ પણ અપાશે

ટ્રાવેલ ડેસ્ક. રેલવેમાં મુસાફરી કરનાર મુસાફરોને હવે ટ્રેન મોડી પડવાના કારણે ટ્રેન ચૂકી જવાની મુશ્કેલીમાંથી રાહત આપવામાં આવી છે. જો મુસાફરે અન્ય ટ્રેનમાં જવું હોય તો તે ટિકિટ પર મુસાફરી કરી શકશે. અથવા ચુકાઈ ગયેલી ટ્રેનની ટિકિટના પૂરા પૈસા પરત મેળવી શકશે. કોઇ કેન્સલેશન ચાર્જ નહીં કપાય.


ટ્રેન મોડી પડવી એ ભારતીય રેલવે માટે સામાન્ય વાત હતી. આંદોલન , બ્લોક, અથવા ટેક્નિકલ કારણોથી ટ્રેન મોડી પડે છે. રેલવે દ્વારા ટ્રેન એક મિનિટ પણ મોડી પડે તો જે તે સેક્શનના અધિકારીનો જવાબ લેવાય છે. પેસેન્જર એમિનિટી માટે ખાસ ધ્યાન અપાઇ રહ્યું છે. ત્યારે આથી એક ડગલું આગળ વધી રેલવે હવે ટિકિટના પૈસા પૂરા પરત કરશે.

હાલ ટ્રેન છૂટવાના 24 કલાક પહેલાં ટિકિટ કેન્સલ કરાવીએ તો 50 ટકા ચાર્જ લાગે છે. જ્યારે ત્યાર બાદ કોઇ રિફંડ મળતું નથી. રેલવે દ્વારા મુસાફરની ટિકિટના બંને મુસાફરીના પીએનઆર નંબર લિંક કરાશે. જેથી લિંક ટ્રેન હતી તે જાણી શકાશે.

X
If a train is delayed due to another train the ticket will return to the traveler
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી