રેલવે / અમદાવાદથી પટના વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેન દોડશે, ગાંધીધામ-ભાગલપુર માટે પણ વિશેષ ટ્રેન

Divyabhaskar.com | Updated - Mar 12, 2019, 09:10 AM
Holi special train will run between Patna and Ahmedabad

ટ્રાવેલ ડેસ્ક.હોળીના તહેવારને પગલે ઉત્તર ભારતની ટ્રેનમાં ધસારાને ધ્યાનમાં રાખી અમદાવાદથી પટના અને ગાંધીધામથી ભાગલપુર વિશેષ હોલી સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા સાથે દોડાવાશે. અમદાવાદ - પટના સ્પેશિયલ અમદાવાદથી 18 માર્ચે રાતે 11.25 વાગે ઉપડશે. પટનાથી આ ટ્રેન 20 માર્ચે સવારે 11 વાગે ઉપડશે. ગાંધીધામ - ભાગલપુર સ્પેશિયલ ટ્રેન ગાંધીધામથી 15 માર્ચે સાંજે 5.40 વાગે ઉપડી વાયા અમદાવાદ થઈ જશે. ભાગલપુરથી આ ટ્રેન 18 માર્ચે સવારે 6.30 વાગે ઉપડેશે. આ બન્ને ટ્રેનનું બુકિંગ 13 માર્ચથી શરૂ કરાશે.

શાંતિ એક્સ. 26મી સુધી અમદાવાદથી ઉપડશે

ગાંધીનગર સ્ટેશન બંધ કરાતા શાંતિ એક્સપ્રેસ સહિત અન્ય ટ્રેનો 26 માર્ચ સુધી રદ કરી છે. ગાંધીનગરથી જતી-આવતી શાંતિ એક્સપ્રેસ 26મી સુધી અમદાવાદથી ઉપડશે. એજરીતે આણંદ - ગાંધીનગર મેમૂ પણ રદ કરવામાં આવી છે.

X
Holi special train will run between Patna and Ahmedabad
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App