એક્સપ્રેસ / સુરત રેલવે સ્ટેશનથી સચિન ગામ સુધી બીઆરટીએસ બસ દોડશે

divyabhaskar.com

Feb 24, 2019, 12:48 PM IST
BRTS bus will run from Surat station to Sachin

 • કામરેજ ટર્મિનલથી સચિન જીઆઇડીસી વચ્ચે 47 સ્ટેશન, 21 સ્ટોપ પર બસ ઉભી રહેશે
 • સુરત રેલવે સ્ટેશનથી કામરેજ ટર્મિનલ વચ્ચે આવતા બીઆરટીએસ બસ સ્ટેશનો ઉપર સ્વીંગગેટ લગાવવામાં આવ્યા

ટ્રાવેલ ડેસ્ક. સ્વીંગગેટના કારણે કામરેજથી સચિન ગામ દોડતી એક્સપ્રેસ બીઆરટીએસ બસ નિર્ધારિત સમયે પહોંચી ન શકતાં હવે આ એક્સપ્રેસ બસ સુરત રેલવે સ્ટેશનથી સચિન સુધી જ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

હાલમાં કામરેજ ટર્મિનલથી સચિન જીઆઇડીસી વચ્ચે બીઆરટીએસ એક્સપ્રેસ રૂટ કાર્યરત છે. આ રૂટમાં કુલ 47 સ્ટેશન છે. જે પૈકી કુલ 21 સ્ટેશન ઉપર બસ ઉભી રહે છે. સુરત રેલવે સ્ટેશનથી કામરેજ ટર્મિનલ વચ્ચે આવતા બીઆરટીએસ બસ સ્ટેશનો ઉપર સ્વીંગગેટ લગાવવામાં આવ્યા છે. જેને કારણે આ એક્સપ્રેસ રૂટની બસોએ આ બે બીઆરટીએસ સ્ટેશનો વચ્ચે આવેલ તમામ સ્ટેશનો ઉપર બસને ઉભી રાખવી પડી હોવાના કારણે એક્સપ્રેસ બસ તેના નિર્ધારિત સમયે પહોંચી શકતી નથી. આ બીઆરટીએસ એક્સપ્રેસ બસ સેવાને કામરેજ ટર્મિનેલથી રેલવે સ્ટેશન સુધી તમામ બસ સ્ટેશન ઉપર ઉભી રહેશે. એટલે કે સામાન્ય બસ તરીકે ચલાવવામાં આવશે.

X
BRTS bus will run from Surat station to Sachin
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી