ઓર્ડર / અશોક લેલેન્ડને ગુજરાત એસટીને 1290 બસ પૂરી પાડવાનો ઓર્ડર મળ્યો

divyabhaskar.com | Updated - Mar 11, 2019, 07:20 PM
Ashok Leyland is fourth in the world in bus manufacturing
X
Ashok Leyland is fourth in the world in bus manufacturing

  • કંપનીને તાજેતરમાં જ વિવિધ સ્ટેટ ટ્રાન્સપોર્ટ તરફથી 2580 બસ પૂરી પાડવાનો કોન્ટ્રાકટ મળ્યો છે
  • અશોક લેલેન્ડ બસ મૅન્યુફેક્ચરિંગમાં વિશ્વમાં ચોથા ક્રમે, ભારતમાં પ્રથમ ક્રમે

ટ્રાવેલ ડેસ્ક. ભારતના સૌથી મોટી બસ મૅન્યુફેક્ચરર અશોક લેલેન્ડને GSRTC(ગુજરાત સ્ટેટ રોડવે કોર્પોરેશન) માટે 1290 બસ પૂરી પાડવાનો ઓર્ડર મળ્યો છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કંપનીને વિવિધ સ્ટેટ ટ્રાન્સપોર્ટ તરફથી 2580 બસ પૂરી પાડવનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. 

બસમાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો

1.આ અંગે અશોક લેલેન્ડના મેનેજિંગ ડાયરેક્ટર વિનોદ કે દેરાસરીએ જણાવ્યું હતું કે અમને ગુજરાત સ્ટેટ રોડવે કોર્પોરેશન તરફથી જે ઓર્ડર મળ્યો છે, તેનાથી અમે ખુશ છીએ. તેમણે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે બસમાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ અને ઈનોવેશન અમને દેશના માર્કેટમાં અગ્રણી સ્થાન જાળવી રાખવામાં મદદરૂપ થશે. 
2.કંપનીના સિનિયર વાઈસ પ્રેસિડન્ટ સંજય સરાસ્વતે જણાવ્યું હતું કે આ આર્ડરના પગલે અમને સ્ટેટ ટ્રાન્સપોર્ટ તરફથી મળેલા બસના ઓર્ડરની સંખ્યા 3000 થશે. આ ઓર્ડરની સંખ્યા જ બસની ક્વોલિટીનો પરિચય આપે છે. ઈન્ડસ્ટ્રીમાં કંપની સૌથી સારામાં સારો અનુભવ ધરાવે છે. આ ઉપરાંત કંપની પ્રોડક્સની બજાર કિંમત પણ વ્યાજબી લે છે.
3.અશોક લેલેન્ડ બસ મૅન્યુફેક્ચરિંગમાં વિશ્વમાં ચોથા ક્રમે છે. જયારે દેશમાં તે પ્રથમ ક્રમે છે. આ ઓર્ડરના પગલે કંપનીને માર્કેટમાં અગ્રેસર સ્થાન જાળવી રાખવામાં પણ મદદ મળી રહેશે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App